વૈરાગી – ઘનશ્યામ ઠક્કર – ઘનશ્યામ ઠક્કર.કોમ

http://ghanshyamthakkar.com/GhanshyamThakkar.html

 (Email: sarjan68@yahoo.com)

——————————–

વૈરાગી - ઘનશ્યામ ઠક્કર
 

વર્ષોથી
સ્પર્શનાં અમ્રુત સીંચી
ઉછેરેલી આંગળી
કપાતા
ગિલોડીની કપાએલ પૂંછ જેટલી ય
સળવળી નહીં
તો
ખબર પડી કે
હું તો
જન્મથી જ વૈરાગી હતો

(1989)

- જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે

===========================================

કૉમેંટ – લાભશંકર ઠાકર

આ કવિનું કદમાં નાનું કાવ્ય છે, જેનું શીર્ષક છે ‘વૈરાગી’ (કાવ્ય ૧૪)લા.ઠા.ને અ-વ્યાપ્તિ અતિવ્યાપ્તિના દોષો વહોરીને પણ આત્યંતિક વિધાનો કરવામાં રસ છે/ પડે છે.
તો ફેંકું છું એક વિધાનઃ ‘વૈરાગી નહિ તે કવિ નહિ.’
આ વિધાનથી ઉશ્કેરાઈને ગ્રંથાલયોમાં કેદ ગઈ કાલના અને આજના અનેક કાવ્યગ્રંથોને ફેંકી દેવા તત્પર,ગ્રંથપાલ લા.ઠા., સબૂર. એમ કરશો તો પછી અકાવ્યનાં ઉદાહરણો અભ્યાસીઓ શોધી નહિ શકે. ભલે રહ્યાં.

-ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

—————————————

શબ્દાર્થ:અતિવ્યાપ્તિ: વસ્તુનું સહજ લક્ષણ બીજી જુદી જ વસ્તુને પણ લાગુ પડે એ જાતનો લક્ષણદોષ, લક્ષણાના ત્રણ દોષોમાંનો એક દોષ. (તર્ક.)અ-વ્યાપ્તિ: ચોતરફ કે બધી જગ્યાએ ફેલાવાનો અભાવ. (૨) જુઓ ‘અવ્યાપ્ત-હેત્વાભાસ’‘અવ્યાપ્ત-હેત્વાભાસ’ વ્યાખ્યામાં થવો જોઇયે તે સઘળાનો સમાવેશ ન થાય એવો લક્ષણદોષ,
અવ્યાપ્તિદોષ. (તર્ક.)
 

~ by ઘનશ્યામ ઠક્કર on November 25, 2007.