પાનખરની બીક ના બતાવો ! - અનિલ જોશી
November 25, 2007 by ઘનશ્યામ ઠક્કર
કવિશ્રી અનિલ જોશી અને રમેશ પારેખે કાવ્ય-ગીતોની દુનિયામાં નવો યુગ શરૂ કર્યો.
આવા સર્જકોને કોઈ ઓળખ કે ચંદ્ર્કોની જરૂર ખરી?…….ઘનશ્યામ ઠક્કર
પાનખરની બીક ના બતાવો !-અનિલ જોશી
———————————————
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે. માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો ! એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ? હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !—————-
સૌજન્યઃ લયસ્તરો