હું બરફનો પહાડ છું (ગઝલ)- ઘનશ્યામ ઠક્કર.કોમ [(Email: sarjan68@yahoo.com]

હું બરફનો પ્હાડ છું (ગઝલ)- ઘનશ્યામ ઠક્કર

આંધળાં હરણાંની સામે રણ નથી-
ઝાંઝવાં જેવો દિલાસો પણ નથી!
સીમ છે આ, કોઈ સમરાંગણ નથી;
કાં નથી હું આજ, કાં ગોફણ નથી.
હું પવનની પીઠ પર છું, ચેતજો,-
એક આંધી છું હવે, રજકણ નથી.
જામનું તળિયું તપાસી લો પ્રથમ,
દો પછી ઇલ્જામ કે ઢાંકણ નથી…
છે સમયનાં વ્હેણ છાકમછોળ પણ,
એક ઝાકળબુ જેવી ક્ષણ નથી!
ના શમાને પર, ફૂદાં પર તેજ ના,
આગિયાને પ્રેમનું કારણ નથી.
હૂંફથી ભેટો અને આગળ વધો,-> 
હું બરફનો પ્હાડ છું, અડચણ નથી.
(૧૯૭૦)
 
ભૂરી શાહીના કૂવા કાંઠે

~ by ઘનશ્યામ ઠક્કર on November 29, 2007.