નવો વિભાગ: તમારો અભિપ્રાય..મારો અભિપ્રાય
February 17, 2008 by ઘનશ્યામ ઠક્કર
તમારો અભિપ્રાય..મારો અભિપ્રાય
પ્રિય મિત્રો, ગુજરાતીઓનું એ સદ્ભાગ્ય છે કે, વેપારીઓના નામથી વગોવાયેલા આપણે; કવિતા, સંગીત અને અન્ય કળાઓમાં સક્રિય રસ લઈ આપણા પૂર્વજોની સંસ્ક્રુતિ જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આશા છે કે આવી સાંસ્ક્રુતિક ચર્ચાઓથી આપણે આ યાત્રાને એક ડગલું આગળ વધારીએ. અવારનવાર પોસ્ટ દ્વારા નવા વિષયો આપની સમક્ષ રજુ કરીશ. તમે તમારો અભિપ્રાય લખો. એ પછીની પોસ્ટમાં હું મારો અભિપ્રાય જણાવીશ.
આજનો વિષય: સંગીત માટે લખાયેલું ગીત (lyric) સાહિત્ય કક્ષાનું કાવ્ય (Poem) હોવું જરૂરી છે? આપનો અભિપ્રાય કોમેંટ (Comment) વિભગમાં લખો
==============================
One Response to “નવો વિભાગ: તમારો અભિપ્રાય..મારો અભિપ્રાય”
Leave a Reply
You must be logged in to post a comment.
ઘનશ્યામભાઈ, આજે પ્રથમ વાર આપના બ્લોગની મુલાકાત લીધી. ગુજરાતી બ્લોગના અડાબીડ અરણ્યમાં એક અનોખો અવાજ સંભાળાયો.
‘જાંબુડી ક્ષણોના પ્રશ્ન-પાદરે’ પર લાઠા અને અનિલ જોશીના વિવેચન માણવાની મજા પડી.