આ પહેલાં અપ્રગટ
અવસર MP3
પ્રિય મિત્રો,
‘અવસર’ ગીત-કાવ્ય ૧૯૭૦ના અરસામાં (મારી યાદશક્તિ પ્રમાણે ‘એને વિજોગ’ લખાયું તે પછી એકાદ મહિનામાં) લખાયું હતું. ‘એને વિજોગ ‘ની જેમ એની કાચી સ્વરરચના ગીત લખાયું ત્યારે જ થઈ હતી, પણ ત્યારે વાજિંત્ર નહીં આવડતું હોવાને કારણે, અને સમયના અભાવે આ ગીત ની રચના પણ મનની ફાઈલોમાં જ રહી. ૧૯૮૦ની આસપાસ હાર્મોનિયમ-કિબોર્ડ વગાડતાં શીખ્યા પછી કેસેટ પર તેના મુખ્ય સૂરો રેકૉર્ડ કર્યા, પણ આલબમ બહાર પાડવાનો સમય ન મળ્યો. ( અમેરીકન એરલાઇન્સના પ્રોજેક્ટ મેનેજમેંટના કામના બોજ ઉપરાંત ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’ કાવ્યસંગ્રહ પૂરો કરવામાં બાકીનો લગભગ બધો સમય જતો હતો. ૧૯૮૭માં ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તેમાં આ ગીત પ્રસિધ્ધ થયું. ૧૯૯૩માં બીજો કાવ્યસંગ્રહ ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે’ પ્રકાશિત થયા પછી સંગીતને વધારે સમય આપવાનું નક્કી કર્યું. ૧૯૯૫માં કમ્યુટરાઈઝ્ડ સીન્થેસાઇઝર શીખ્યો એ પછી બધાં વાજિંત્રો અને રિધમ જાતે જ વગાડવાનું નક્કી કર્યું. આ વાજિંત્રમાંથી નીકળતા અલૌકિક સૂરોને કારણે મૂળ સ્વરરચનાને મઠારવાનું નક્કી કર્યું.
આપને જણાશે કે બન્ને આંતરાની પંક્તિઓની લંબાઈ (માત્રાઓ) જુદી જુદી છે, તેથી કામ અઘરું હતું. ખાસ તો ગાયિકા માટે. બીજા આંતરામાં શ્વાસ ખૂબ લાંબો રોકવો પડે છે. એક બે ગાયિકાઓએ જાહેર કર્યું કે તેમનાથી આ ગીત નહીં ગાઈ શકાય, તે પછી જયશ્રીબહેન (ભોજવિયા)ને આ કામ સોંપ્યું. તેમણે મારી સ્વરરચનાને પહેલાં હ્રદયમાં કોતરી અને પછી ગળા સુધી લઈ જવાનું નક્કી કર્યું. પરિણામ મારા ધાર્યા કરતાં પણ સારું આવ્યું. કહેવાની જરૂર નથી કે મારાં બન્ને આલબમનાં બધ્ધાં ગીતોમાં જયશ્રી બહેનનું આ સૌથી પ્રિય ગીત હતું. (જેમ કે શ્રી કિશોર મનરાજાનું સૌથી પ્રિય ગીત હતું ‘રૂડા શ્યામ ઘેર આવ્યા’). જયશ્રી બહેન! મારાં ત્રણેય બાળકોનું પણ આ સૌથી પ્રિય ગીત છે. અભિનંદન! જો કે મને તો ‘આસોપાલવની ડાળે’ આલ્બમનાં બધાં જ ગીતો (મારાં ત્રણેય બાળકો જેમ) એક સરખાં પ્રિય છે, તે આપ સમજી શકશો.
ઘનશ્યામ ઠક્ક્રર
Music and Lyric : Ghanshyam Thakkar [Oasis]
અવસર MP3
[ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઑએસીસ)]
સ્વરઃ જયશ્રી ભોજવિયા અને વૃંદ
સૌજન્યઃ
કાવ્યઃ ભૂરી શાહીના કૂવા કાંઠે
સંગીત: AasopalavNi Dale
આંગણામાં રોપેલા આસો-તે-પાલવના છોડ હવે થૈ’ગ્યા છે ઝાડ,
તોયે સખી! અવસર આવ્યો ન મારે આંગણે!
વાવડનો આગિયો ઊડે તો આછા અંધારાને ‘આછો અજવાસ’ કહી દૈયે…
પૂનમની માનતાઓ માન્યે પણ ભીનાંછમ ઑરતાનાં મોજાં ઊછળે ન હવે હૈયે.
તાજાં ફૂલોના હાર ગૂંથ્યા છે એટલા કે વાસી ફૂલોના થયા પહાડ,
તોયે સખી! અવસર આવ્યો ન મારે આંગણે!
કેવે મલક પડ્યા ભૂલા કે, દેખે ના ઊંચી અગાસીએથી બળતી મશાલ મારા પ્રાણની,
સાવ રે કુંવારાં મારાં પાનેતર ફાડીને, વાટે-વાટે મેંતો રોપી ધજાઓ એંધાણની…….
એટલી ખૂંપેલ શૂળ કાઢી કે થૈ’ગૈ છે અહિંયાં જાળી ને ત્યહીં વાડ,
તો યે સખી અવસર આવ્યો ન મારે આંગણે.
આંગણામાં રોપેલા આસો-તે-પાલવના છોડ હવે થૈ’ગ્યા છે ઝાડ,
તોયે સખી! અવસર આવ્યો ન મારે આંગણે!
વાવડનો આગિયો ઊડે તો આછા અંધારાને ‘આછો અજવાસ’ કહી દૈયે’