કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

ગીત

વીરુ પુરોહિત

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,

તું સૂરજના હોવાની ધારણા

લાગણીનું રણમાં ચણાતું મકાન

પારદર્શકતા સગપણનાં બારણાં

પડછાતી દૂરતા નેવાંની ધારમાં, ને રોજ ધોધમાર કોઈ વરસે..

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં મળવાનાં પક્ષીઓ

ઈચ્છાનું આભ લઈ આવતાં;

આપણા સંબંધ સખી એવા કહેવાય,

જાણે શીર્ષક વિનાની કોઈ વારતા

એકાદી આંગળીને બંસી બનાવી, કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

Advertisements