(અછાંદસ)

અનુત્તરતા

ભરત ઠક્કર

અહીં વિસ્તરેલી અનુત્તરતામાં

ઘટતો જતો પ્રાણવાયુ

માત્ર તિમિરનો છંટકાવ કરે,

એ વાતાવરણ

મધરાતનું તારાથી ખીચોખીચ ભરેલું

આકાશ મારી સમીપ સર્જે,

આખોય દિવસ ટપકી રહેલી વેદના

રાત પડનાં ધારા બની દ્રવવા લાગે.

હે અનુત્તરતા હવે એકાએક ઓગળી જાઓ

પવન આવતાં ગમે ત્યાં વહી જાઓ,

પ્રકાશ આવતાં રૂપ બદલો-

મારી અન્યમનસ્કતાને જો ખોતરી શકો તો;

ને એમ ન બને તો બાળી નાખો-

હું કોઈ પણ ભોગે મારી જાતને બચાવી લઈશ.

 

Advertisements