રીસાઈ જતી છોકરીનું ગીત

ગીત

અનિલ જોશી

આખ્ખુંયે ગામ ભલે મેળામાં જાય, હુંતો એકલી રહીશ મારા ખેતરે

આઠમના મેળામાં ફરતા ચગડોળ સમા માણસની ભીડ મને છેતરે.

મેળે જનાર લોક આપતા શિખામણ કે ‘સાચવજે ખેતર, નૈ ખોતી’

બાજરાનો સાવ ઝીણો દાણો હું હોઉં એમ ચકલીની આંખ મને જોતી!

ખેતર લૂંઠાવ્યાના છેતરતા સુખ સમી એકલતા વ્હાલીછમ લાગશે

મેળો વિખરાઈ જતાં માણસનં દેખાવું પથ્થરની જેમ મને વાગશે.