ઓ રંગરસિયા

(ડાંડિયારાસ)

 સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

સ્વર:દમયંતી બરડાઈ, કિશોર મનરાજા અને વૃંદ

નવરાત્રિનાં વધામણાં

Dandiyaras

ડાંડિયા રાસ

વાત છે બે પ્રેમીઓની. નવરાત્રીનું ટાણું છે, અને  પ્રિયતમ (પતિ) આખી રાત ઘેર નથી આવતો. પત્નીને થોડી શંકા છે, કે એ ક્યાંક છેલછબીલી છોકરીઓ સાથે રાસે રમવા ન ગયો હોય. પણ પ્રિયતમને ‘રંગરસિયા’ જેવા પ્રેમાળ નામે સંબોધે છે, તેથી  ક્યાંય બેવફાઈના પ્રત્યાઘાતથી પ્રગટેલો ઝેરી ક્રોધ જણાતો નથી, પરંતુ પ્રેમના અલંકાર સમી ખાટી-મીઠી, આછું મરચું છાંટેલી રીસનો અનુભોગ થાય છે.  (પ્રિયતમ ખરેખર રાસ રમવા ગયો હોય તોય, પોતાના વાલમને ખુશ કરવા, આંખ મીંચામણાં કરવા તત્પર હોય તેવી પ્રિયતમા જણાય છે.) પ્રિયતમ પણ પ્રિયતમાને એટલો જ પ્રેમ કરે છે. ‘અરે સખી, મેં કૈં  રાસ-બાસ રમવા રાત નહોતી વિતાવી. અને પછી ગજવામાંથી સોનાનાં ઝાંઝરાં કાઢી કહે, ‘જો હું પેલે ગામ સોનીને ત્યાં હતો, તારા માટે કસ્ટમ-મેઈડ ઝાંઝર બનાવડાવવા.’ પણ પત્નીને હજી વિસ્વાસ નથી આવતો, તેથી પતિ ગજવામાંથી બીજી લાંચ, બંગડિયો, કાઢી કહે, ‘ જો! હું મણિયારાને ત્યાં બંગડિયો ઘડાવવા પણ ગયો હતો.

બ્લોગના મૂલ્યવાન મહેમાનો! તમારી દ્રષ્ટિએ આ રંગરસિયો ખરેખર પત્નિ માટે આભુષણ વ્હોરવા ગયો હતો? કે રાસે રમવા ગયો હતો, અને લાંચ માટે ઘરેણાં અગાઉથી ખરીદી રાખ્યાં હતાં? કૉમેંટ વિભાગમાં જવાબ આપો.

Advertisements