‘એને વિજોગ’ ગીત કવિવર રાજેન્દ્ર શાહ સંપાદિત ‘કવિલોક’ સામયિકમાં ૧૯૭૦માં છપાયું હતું. જ્યારે કાવ્ય લખ્યું ત્યારે જ સંગીતના સૂરો મનમાં રમતા હતા. પણ વાજિંત્ર શીખવાનો સમય ન હોવાને કારણે ૧૯૮૦ સુધી આ સૂર મનમાં જ રહ્યા. ૧૯૮૦માં આ ગીત અને બીજાં થોડાં કાવ્યોની તરજ ઘરમાં રૅકૉર્ડ કરી. પણ આલબમ બહાર પાડવાનો સમય ન મળ્યો. ૧૯૯૫માં કમ્પ્યુટરાઇઝ્ડ સિંથેસાઇઝર ખરીદ્યા પછી, અને મેં ઘણાં નવાં વાજિંત્રો બનાવ્યાં તે પછી, બધી સંગીત રચનાઓને નવું સ્વરૂપ અપાયું. આ ગીતની મૂળ સંગીત રચનામાં ફેરફાર કરી તેને ઊંચા સ્તરે લઈ જવાનો પ્રયત્ન કર્યો. મારાં બનાવેલાં વાજિંત્રો આ વિરહગીતમાં વ્યક્ત થયેલ દર્દ,  અને દર્દભરી ફરિયાદને ચરમસીમા સુધી લઈ જાય છે. મલ્ટીટ્રેક સિન્થેસાઈઝર પર મેં બધાં જ વાજિંત્રો અને રિધમ વગાડ્યાં. ૧૯૯૭માં નેહા મહેતા, અને દેવયાની બિંન્દ્રેના કોરસે ગીતને મધુર સ્વરમાં, રૅકૉર્ડિંગ સ્ટુડિયોમાં ગાયું.  

એને વિજોગ

Play>

 

एने विजोग

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ

સૌજન્ય

 આસોપાલવની ડાળે                    ભૂરી શાહીના કૂવા કાંઠે

 

गीत-संगीतः घनश्याम ठक्कर

 

Advertisements