લોકશાહીના જન્મ પછી યુ.એસ.એ.ના રાજકારણમાં મુખ્યત્વે બે જ રાજકીય પાર્ટીઓએ ભાગ લીધો છે. ડેમોક્રેટીક પાર્ટી અને રિપબ્લીકન પાર્ટી.

PRIMARIES ARE OVER

[You Tube Comedy Video]

Play>

Ghanshyam Thakkar

Oasis Thacker

(યુ ટ્યુબ વિડિયો)

ઘનશ્યામ ઠક્કર

રિપબ્લીકન પાર્ટી જૂનવાણી સામાજિક મૂલ્યોમાં માને છે, મુક્ત વ્યાપાર પ્રણાલીમાં વિશ્વાસ રાખે છે, અને લોકશાહી દ્વારા ચૂંટાએલ સરકારને લગભગ લોકશાહીની દુશ્મન માને છે. પ્રજા દ્વારા ચૂંટાએલા પ્રતિનિધીઓ, અરે પ્રેસિડેંટ કરતાં કોર્પોરેશનના પ્રેસિડેંટોમાં વધારે વિશ્વાસ મૂકે છે. ડેમોક્રેટિક પાર્ટી પ્રગતીશીલ સામાજિક મૂલ્યોની હિમાયતી છે. તેઓ પણ મુક્ત વ્યાપારમાં માને છે, પણ તેમને વિશ્વાસ નથી કે લોભી કરોડોપતિઓ લોકશાહી સરકારની કડક દોરવણી વિના મધ્યમવર્ગનાં કુટુંબોને અને ગરીબોને યોગ્ય ન્યાય આપી શકે.

પ્રાયમરી ચૂટણી દરમ્યાન બન્ને પોલીટીકલ પાર્ટીઓ પોતાના ઉમેદવાર નક્કી કરવા પાર્ટી અંતર્ગત પ્રાથમિક ચૂટણી યોજે છે. પણ ત્યારે રિપબ્લીકન પાર્ટીના ઉમેદવારો વધુ પડતા રૂઢીચૂસ્ત દેખાવાનો પ્રયત્ન કરે છે, અને ડેમોદક્રેટિક પાર્ટીના ઉમેદવારો વધુ પડતા પ્રગતિશીલ અને સરકારી નિયંત્રણોના હિમાયતી દેખાવાનો પ્રયત્ન કરે છે. પણ એકવાર પાર્ટીના ઉમેદવારની ચૂટણી પૂરી થયા પછી તેમને બધા મતદારોની જરૂર છે, ખાસ કરીને નિષ્પક્ષપાત મધ્યમમાર્ગી બુધ્ધીજીવીઓ, જે રાજકિય પક્ષની વફાદારી કરતાં ઉમેદવારની લાયકાતને વધારે મહત્વ આપે છે.

ઉમેદવારો પ્રાયમરી ચૂટણી પછી કાચિંડાની જેમ રંગો બદલે છે. અને કૉમેડી લેખકોને ઢગલાબંધ સામગ્રી મળી જાય છે.