રાતના વૃંદાવનમાં થઈને

અછાંદસ

નીલમણિ ફુકન

[‘રાતિર વૃંદાવનલૈ‘ કાવ્યનો અનુવાદઃ ભોળાભાઈ પટેલ]

————————–

રાતના વૃંદાવનમાં થઈને

જાઉં છું

ચાંદનીમાં પડછાયો થઈને એક સ્ત્રી

મારી સાથે સાથે જાય છે

તે ચીસ પાડવા માગે છે

ચીસ પાડી શકતી નથી

તે તેના ગર્ભાશયને શોધે છે

તે તમને પ્રેમીઓને શોધે છે

તે તમારે કાળજે

એક આભલું ટાંકવા માગે છે

તે રડવા માગે છે

તે ચીસ પાડવા માગે છે

લાલ જબા ફૂલ જેવા તેના

બે સ્તનમાંથી

ટપ ટપ કરી લોહી ટપકે છે

મારી છાતી વીંધી

માટી વીંધી

વૃક્ષોના મૂળમાં પડે છે

અને કોઈના ખેતરમાં

ફોસ્ફરસ થઈ બળે છે

રાતના વૃંદાવનમાં થઈને

હું જાઉં છું

યમુનાની રેતમાં પડી રહેલી

એક છીપમાં

ચંદ્ર હિબકાં લઈ રહ્યો છે

તે તના ગર્ભાશયને શોધે છે

તે તમને પ્રેમીઓને શોધે છે

————————————–

Posted by

Ghanshyam Thakkar

કવિ ઘનશ્યામ ઠક્કર

Posted by: Ghanshyam Thakkar

Advertisements