નવેમ્બર ૭, ૨૦૦૯ ના રોજ મારું કાવ્ય  અખો કહે કે છપ્પા (હસ્ગીત) – ઘનશ્યામ ઠક્કર   મારા બ્લોગ    ગુજરાતી કવિતા અને સંગીત  અને  Ghanshyam Thakkar’s Blog પર પ્રગટ કર્યું હતું. આજે વેબ સર્ફીંગ કરતાં ખબર પડી કે કોરલ શાહ નામના બ્લોગરે એમના વેબસાઈટ પર આ ગીત કૉપી-પેઇસ્ટ કરી, ‘અખા’ના કાવ્ય તરીકે મૂક્યું છે. સામાન્ય રીતે બીજા બ્લૉગરો મારી કવિતાઓ માનપૂર્વક મારા નામ સાથે, અને બને તો મારા બ્લોગની લીંક સાથે મૂકે તો હું કશો વાંધો લેતો નથી. પણ મારી કવિતા બીજા કવિના નામે મૂકવી એ માન્ય નથી.

કોરલ શાહ:

 તમે જ્યાંથી પણ આ કાવ્ય કોપી-પેસ્ટ કર્યું હશે ત્યાં કવિનું, એટલે કે મારું નામ હશે જ. કે પછી તમને કૉપી કરતાં પણ નથી આવડતું?  અને તમે જે પોસ્ટ મૂકો છો તે વાંચો છો ખરા? ગીતની એક પંક્તિ છેઃ ‘મોબાઇલ પર મૂંગી કન્યાઓને ફૂટે વાચા.’ તમને કદાચ ખબર નહીં હોય કે અખાના સમયમાં મોબાઇલ ફોન ન હતા. તમે કાવ્યનું શીર્ષક ગુગલમાં મૂકો તો તમને એક સેકન્ડમાં કવિનું નામ મળી જાય. તમને કૉપીરાઇટ શું છે તેનો ખ્યાલ છે?

તમે તમારા બ્લોગ પર તમારું ઇમેઇલ એડ્રેસ પણ નથી મૂક્યું તેથી તમારો કૉન્ટેક પણ ન થઈ શકે. શક્ય છે કે આ પોસ્ટ તમે વાંચશો પણ નહીં તેથી મારે વર્ડપ્રેસના એડમીનીસ્ટ્રેશનને લખી જણાવવું પડશે. જો આ પોસ્ટ વાંચો, કે તમને કોઈ જણાવે તો મારું ગીત તમારા બ્લોગ પરથી કાઢી નાખજો.

ઘનશ્યામ ઠક્કર