નરસિંહ મહેતા આજકાલ બ્લૉગજગતમાં હૉટ છે. કોરલ શાહની કૉપી-પેઇસ્ટ પોસ્ટની કૉમેંટમાં ભાઈ શ્રી યશવંત ઠક્કરે  (અસર)’ કૉપી-પેઇસ્ટ’ના સંદર્ભમાં તેમના થોડા અનુભવો વર્ણવ્યા. તેમને મળેલો એક પ્રતિભાવ તે લખે છેઃ  ‘નરસિંહ મહેતા (કૉપી-પેઈસ્ટ માટે) કેમ વાંધો નથી ઉઠાવતા!’ આવા ગંભીર વિષયની ચર્ચા સમયે અને ટેન્સ વાતાવરણમાં પણ મને ખડખડ હસવું આવી ગયું. મારે એ ભાઈને એટલું જ કહેવાનું કે ‘હજી સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે મોબાઈલનો ટાવર નખાયો નથી. પણ આપણે સૌ સ્વર્ગમાં જઈએ ત્યારે શક્ય છે કે નરસિંહદાદા સ્વર્ગને દરવાજે દંડો (કે એટર્ની) લઈને ઊભા હોય.’ આ મિત્રએ ખરેખર સેલ્સમાં કામ કરવું જોઈએ. આવી કુશળ દલીલોથી એ ઍસ્કિમોને બરફ વેચી શકે.

પછી નરસિંહ મહેતાનું જાણીતું ભજન ‘વૈશ્નવજનતો’ મનમાં ગણગણવા લાગ્યો.. આ પહેલાં  જયારે જયારે ‘ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે’ ગાતો ત્યારે તેમની કૃષ્ણ સાથેની ‘One-on-one, VIP to God’ relationshipનો સાક્ષાતકાર થતો.

આજે કોણ જાણે કેમ, ‘ભણે નરસૈયો’ શબ્દો સાંભળી એકદમ સાયરન વાગી ‘બિ-બિપ…..બિ-બિપ…….કૉપીરાઈટ’!!!  કૉપીરાઈટના કાયદાની ગેરહાજરીમાં; પુસ્તક પ્રકાશનની, કૉમ્યુનિકેશનની અને છાપાંની સગવડના અભાવમાં, ગીતને છેડે નામ લખવા સિવાય કવિ પાસે કૉપીરાઈટ સાચવવાનો  કોઈ રસ્તો નહતો. પછી તો ‘બાઈ મીરા કે કૉપીરાઈટ, નટવર નાગર’……. ‘કહત કબિરા, યહ ગીત મેરા’ ……’તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે લોગ, એક ભાત કે લોગ કો હૈ કૉપી કા રોગ’ વગેરે વગેરે કૉપીરાઈટનાં ઇન્ટરપ્રિટેશન મનમાં ગણગણવા લાગ્યાં

આગળ વાંચો