Photo: Ghanshyam Thakkar
શ્રી ઉમાશંકર જોશીની ૧૦૦મી વર્ષગાંઠે – ૧
ઘનશ્યામ ઠક્કર
page 1
આજે જુલાઈ ૨૧, ૨૦૧૧ના રોજ પૂજ્ય ઉમાશંકરભાઈનો ૧૦૦મો જન્મદિવસ.
શ્રી ઉમાશંકરભાઈના સાહિત્ય અને જીવન વિષે એટલું બધું લખાયું છે, કે હું જે કહીશ એ બધુંજ કહેવાઈ ગયેલું હશે. પણ શ્રી ચંદ્રકાન્ત શેઠે એક જ વાક્યમાં શ્રી ઉમાશંકરભાઈને સૌથી મોટું, યોગ્ય, માન આપતાં લખ્યું છે, “શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ૧૯મી સદીના સૌથી મહાન ગુજરાતી લેખક/સાક્ષર કહેવાય, તો શ્રી ઉમાશંકર જોશી ૨૦મી સદીના સૌથી મોટા લેખક/સાક્ષર (Man of the Century) છે. આથી મોટું બીજુ શું માન આપી શકાય?
મને ઘણા જ સાહિત્યકારો માટે ખૂબ જ માન છે. પણ ઉમાશંકરભાઈની વાત કઈંક જુદી જ હતી. જીવનમાં મેં માત્ર બે જ વ્યક્તિઓને પિતાતુલ્ય કહી છે. એક શ્રી ઉમાશંકરભાઈ અને બીજા અમેરિકાના શ્રી વુડ્રો વિલ્સન. (મી. વિલ્સન વિષે ફરી ક્યારે વાત કરીશું)
આજનો લેખ માત્ર મારા અને ઉમાશંકરભાઈના ટૂંકા પરિચય વિષેનો છે.
1 Trackbacks / Pingbacks
શ્રી ઉમાશંકર જોશીની જન્મ-શતાબ્દી (૨) [ડાલાસમાં આગમન -ઘનશ્યામ ઠક્કર] « Ghanshyam Thakkar's Blog જુલાઇ 27th, 2011 પર 12:12
[…] Go to page 3 […]