કાનુડા રે [Play>]

કાનુડા રે…..

તારી વાંસળીથી ફૂંક તેંતો મારી મુજા શ્યામ! મારા દલડાની આગ તેં વધારી….

ફૂંકણી ફૂંકીને હુંતો ચૂલો સળગાવું તોયે સળગે ના ચંદનની ભારી

વાંસળી ફૂંકીને તેં તો પ્રગટાવી પ્રીત, બધા ગોકુળમાં મ્હેકને પ્રસારી

કાનુડા રે!

ભૂડા ગોકુળિયા ખોલતા બારી, મુજા શ્યામ! ઝીંકે દાઝ્યા પર નજરૂં એ ખારી.

કાનુડા રે…..

તારી વાંસળીથી ફૂંક તેંતો મારી મુજા શ્યામ! મારા દલડાની આગ તેં વધારી….

વાંસળીના સૂર વાગે કાનમાં રૂડા ને કા’ન હૈયે વાગે તો પડે સોળ;

જીવતી શેકાઉં હું તો પ્રેમ રોગ પામી તોયે તાવ આવ્યાનો કરું ડોળ

કાનુડા રે!

તારી વાંસળીથી ફૂંક તેંતો મારી મુજા શ્યામ! શાને દલડાની આગ ના ઠારી.

કાનુડા રે…..

તારી વાંસળીથી ફૂંક તેંતો મારી મુજા શ્યામ! શાને દલડાની આગ ના ઠારી?

કાનુડા રે…..

તારી વાંસળીથી ફૂંક તેંતો મારી મુજા શ્યામ! મારા દલડાની આગ તેં વધારી….

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
Lyrics and Music: Ghanshyam Thakkar
સ્વર: કિશોર મનરાજા, નેહા મહેતા અને વૃંદ
Singers: Kishore Manraja, Neha Mehta
નવરાત્રિનાં વધામણાં (રાત્રી-1)
Happy Navratri [Night-1]
AasopalavNi Dale