શાસ્ત્રીય અને જાઝનો સુભગ સમન્વય

Club_Oasis Presents

Vaishnava-Jan To

Play>>

[Instrumental MP3]

Music: Ghanshyam Thakkar (Oasis)

वैष्नवजन तो तेने कहिये

गीत-संगीतः घनश्याम ठक्कर (Oasis)

All music and rhythm tracks composed and performed by Oasis Thacker. [copyright].

નરસિંહ મહેતા પંદરમી સદીના પ્રારંભમાં જન્મેલ કવિ ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ સાચુકલો કવિ છે. એ પોતાના સમય કરતાં કાવ્યસર્જનમાં તો ચારસો વરસ આગળ હતો, પણ એથી વધારે આગળ હતો સમાજ સુધારક તરીકે. નાનકડા ગામમાં નાગર બ્રાહ્મણના ફરજંદ આજે પણ ભંગીવાસમાં જઈ ભજન કરવાની હિમ્મત કરતા નથી. ત્યારે તો નાગરો વૈશ્યના ઘરનું પણ પાણી ન પીવે. એવા કાળમાં, નાત બહાર મૂકાવાની કે અન્ય ધમકીઓની ચિંતા કર્યા વિના, જેનો પડછાયો પડતાં ય નહાવું પડે, તે વસ્તીમાં જઈ સાથે બેસી બજન કરનાર માટે મારું મસ્તક નમી જાય છે. (અને મારું મસ્તક બહું સહેલાઈથી નથી નમતું). શક્ય છે કે ગાંધીજીને ગાંધીઆશ્રમમાં અછૂતોને રાખવાની પ્રેરણા નરસૈયા પાસેથી મળી હોય. આ પગલું લેવાથી અમદાવાદના કોચરબ આશ્રમમાં ડોનેશન્સ આવતાં અટકી ગયાં અને આશ્રમ બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે એવા જ મર્દ અંબાલાલ સારાભાઈએ ચેક આપી કોચરબ આશ્રમ જીવતો રાખ્યો. (હું આવા પવિત્ર આશ્રમની પડોશમાં ઉછર્યો છું એ મારું સદ્ભાગ્ય છે.) નરસિંહનાં કેટલાંય પદો ઊંડી ફિલોસોફીથી ભરેલાં છે. પણ ‘વૈશ્નવજન’ જેવાં પદો એક સામાન્ય, અરે અભણ વ્યક્તિને ઉચ્ચ જીવન જીવવાની કળા શીખવે છે. દુઃખની વાત તો એ છે કે રાગડા તાણી તાણી નરસિંહનાં પદો ગાનાર તેના મર્મને જીવન સાથે જોડી શકતા નથી. આ ગીતના શબ્દને આધારે જીવન જીવવાથી ખરેખર માનસિક શાન્તિ પ્રાપ્ત થાય છે.

અને તેથી જ ગાંધીજીનું આ સૌથી પ્રિય પદ હતું અને તેમની પ્રાર્થનામાં હમેશાં ગવાતું

અંગ્રેજી ફિલ્મ ‘ગાંધી’માં પણ ‘ટાઇટલ સોન્ગ’ તરીકે ગીતને યોગ્ય માન મળ્યું

પણ જેની ચર્ચા ખાસ નથી થતી તે છે આ ગીત અને નરસિંહનાં બીજાં પદોના (ખાસ તો પ્રભાતિયાંના) રાગ. ગીતનો રાગ સંગીતરચનાનું સૌથી મહત્વનું અંગ છે. તેથી એક રીતે જોતાં નરસિંહ મુઝિક-કંપોઝર હશે તેમ માની શકાય. નરસિંહનાં પ્રભાતિયાંથી જ સવાર પડવી જોઈએ. આખો દિવસ શાન્તિમય પસાર થશે.

‘ગાંધી’ ફિલ્મના ટાઇટલમાં ફિલ્મના સંગીતકાર અને સિતાર-માસ્ટ્રો પંડિત રવિશંકરે સિતાર પર આ ગીતના બે-ચાર મધુર સૂર વગાડ્યા છે. તે પ્રેરણાથી મેં મારી સિંથ-સિતાર પર આ ગીત વગાડી જોયું. પણ એકવાર કિબોર્ડ પર બેસું એટલે નવા પ્ર્યોગો કરવાની આદત પડી ગઈ છે. પરિણામે આ શાસ્ત્રીય અને જાઝના ટચ વાળું વાદ્યસંગીત આપના માટે તૈયાર કરી શક્યો છું આશા છે આપ સૌને ગમશે.

ઘનશ્યામ ઠક્કર [ઓએસીસ]