Computer Art: Ghanshyam Thakkar

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
Lyrics and Music: Ghanshyam Thakkar
સ્વર: કિશોર મનરાજા, નેહા મહેતા અને વૃંદ

Singers: Kishore Manraja, Neha Mehta and chorus

હિન્દુ સંસ્કૃ તિમાં ભગવાન અનેક વાર પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે અવતર્યો છે. અને દરેક વાર વિભિન્ન વ્યક્તિત્વ સાથે. કૃષ્ણ (કાનુડા)નું વ્યક્તિત્વ બધા જ અવતારોમાં સૌથી વધારે લોકપ્રિય થયું છે. ક્યારેક આ વિષય પર વિસ્તૃત વાર્તાલાપ કરીશું.  આજે આ પોસ્ટના સંદર્ભમાં કાનુડો, એની વાંસળી, અને તેના સાથીઓ સાથેના નાચ-ગાન વિષે બે વાતો કરીશું.

આ સંસ્કૃ તિએ સદીઓથી સામાજિક સ્વાતંત્ર્યના વિષયમાં ઘણા ઉતાર ચઢાવ-ચ્ઢાવ અનુભવ્યા છે. ઘૂંઘટથી બિકિની સુધી, સીતા થી દ્રૌપદી સુધી, બુધ્ધથી ખજૂરાવનાં કામસુત્રનાં ક્રાંતિકારી  ચિત્રો સુધી ભારતે બન્ને બાજુની મર્યાદાઓ જોઈ લીધી છે.ક્યારેક છોકરા-છોકરીઓને લગ્ન સિવાય અડકવું તે સામાજિક અપરાધ બની જ્તો. આજથી ચાલીસ વરસ પહેલાં સ્ત્રી પોતાના પતિનો હાથ પકડી જાહેરમાં ચાલવાની હિમ્મત નહોતી કરી શકતી. આજે છોકરા છોકરીઓની રહેણીકરણી પાશ્ચાત્ય સંસ્કૃ તિ જેવી બની ગઈ છે. તેઓ એક બીજા સાથે અડકીને, ભેટીને હળવા મળવામાં ક્ષોભ અનુભવતા નથી. ડેઇટ પર પણ જાય છે, અને જાતિય છૂટછાટ પછી પણ સ્ત્રી અપવિત્ર નથી બની જતી.

એતો જાણ નથી કે કૃષ્ણના સમયમાં સામાજિક સ્વાતંત્યનો ગ્રાફ કયાં હતો, પણ એ તો સ્પષ્ટ છે કે ત્યાં પરણેલી સ્ત્રીઓ સુધ્ધાં યુવાનો યમુના નદીને તીર રાસ રમવા જતાં, અને પરણેલી રાધા સાથે કાનુડાના પ્રેમની વાતો પણ પ્રચલિત છે.

કાનુડો એની વાંસળીના સૂરોથી સૌને મુગ્ધ કરી દેતો. કન્યાઓ, રાધા જેવી વિવાહિત કન્યાઓ પણ એનું સંગીત સાંભળી પાગલ થઈ જતી. (રાજેશ ખન્નાની યાદ આવશે ઃ)).

પણ ત્યાં પણ રૂઢીચૂસ્ત વર્ગ હતો જે આવું બેફામ વલણ સહન કરી શકતો નહીં. ગીતમાં આવાં સંકુલ સંવેદનો અનુભવી શકાશે. અને રાધાના (અને બીજી વિવાહિત) સ્ત્રીઓના પતિઓનો પણ આ વિષયમાં અભિપ્રાય હશે જ.

હેપ્પી બર્થડૅ કાનુડા!

ઘનશ્યામ ઠક્કર

Advertisements