You Light Up My Life

Play>>

Instrumental Remix

Oasis Thacker

Happy Thanksgiving              Image from Web

થૅંક્સગિવિંગ અમેરિકામાં ઉજવાતો ધાર્મિક/સામાજિક તહેવાર છે. દર નવેંબરના ચોથા ગુરુવારે કુટુંબીજનો ભેગા થઈ આ સાંજ ટર્કી-ડીનર ખાઈ ઉજવે છે. બહારગામ ભણતાં કે વ્યવસાય કરતાં બાળકો પણ આ દિવસે મુસાફરી કરી માતા-પિતાના ઘેર પહોંચી જાય છે. મુખ્ય ડિનર ગુરુવારે હોવા છતાં મોટા ભાગના લોકો શુક્રવારે પણ રજા લઈ ગુરુ, શુક્ર, શનિ, રવિ એમ ચાર દિવસ તહેવારના માણે છે. ટર્કી એ ઉત્તર અમેરિકાનું મરઘી જેવું પણ મરઘીથી મોટું પક્ષી છે તે ભોજનમાં હમેશાં વપરાતું હોય છે, પણ થૅંક્સગિવિંગના ડિનરમાં રાંધવાનો પરંપરાગત રિવાજ છે. એ ઉપરાંત મકાઈ, મકાઈની બ્રેડ વગેરેનો પણ આ ડીનરમાં સમાવેશ થતો હોય છે.

માનવજાતીના ઇતિહાસમાં ઘણા લોકોએ પોતાની માતૃભોમકા છોડી અન્ય દેશોમાં સ્થળાંતર કર્યું છે, અને આ નવા દેશોને પોતાનાં વતન બનાવ્યાં છે. ક્યારેક જીવન ધોરણ સુધારવા તો ક્યારેક ધાર્મિક અને અન્ય ભેદભાવથી બચવા આવાં સ્થળાંતર થયાં છે. ક્યારેક વિદેશોએ આવા દેશાગતને આવકાર્યા છે, ક્યારેક આ વસાહતીઓ યુધ્ધ દ્વારા બળજબરીથી આવી વસ્યા છે, તો ક્યારેક બન્નેનું મિશ્રણ. ભારતમાં પણ આર્યો, ઇરાન અને આરબ દેશોના મુસ્લીમ, પારસી વગેરે સદીઓથી આવીને વસ્યા છે.અમેરિકા, કૅનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્દ, સાઉથ આફ્રિકા વગેરે દેશોમાં યુરોપથી આવી વસેલા ઇમિગ્રન્ટની બહુમતી છે.

અમેરિકામાં આ આભાર-તહેવારની ઉજવણીની શરૂઆત ૧૬૨૧ની સાલથી શરૂ થઈ હોવાનું મનાય છે. ઇંગ્લેંડથી થોડા વસાહતીઓને લઈને આવેલું વહાણ, ‘મે ફ્લાવર’ ,૧૬૨૧માં અમેરિકાના ઉત્તર-પૂર્વ્ના પ્લીમથ રૉક કિનારે લાંગર્યું. હવે તે રોહ્ડ આઇલેન્ડ કે ન્યુ ઇન્ગ્લેન્ડ વિસ્તાર કહેવાય છે. આ ભૂખ્યા વસાહતીઓનું આદિવાસી ‘ઇન્ડિયનો’એ ટર્કી અને મકાઈની ફીસ્ટથી સ્વાગત કરી મદદ કરી. તેના આભાર માટે આ તહેવાર શરૂ થયો હોવાનું મનાય છે. અને તેથી જ ટર્કી અને મકાઈ આ ડીનરની મુખ્ય વાનગીઓ પરંપરાગત રીતે રંધાય છે.

Advertisements