વૌઠાના મેળામાં ધબકે ધબક ઑરતા; આંખ્ખડીના સોદાગર દલ્લડાંને ચોરતા!

મને લૈજા મેળે તું હાથ ઝાલી…….કે મારું જોબનિયું જાય સાવ ખાલી.

ગીત ના શબ્દ  ચિત્રની નીચે છે.

વૌઠાના મેળામાં….કાર્તિક પૂર્ણિમાએ – ઘનશ્યામ ઠક્કર         (નિબંધ)

પોરા પૈદે તું PLAY MP3 >>

Computer Art: Ghanshyam Thakkar (Oasis)

ગીત અને સંગીત – ઘનશ્યામ ઠક્કર

સ્વર – કિશોર મનરાજા, જયશ્રી ભોજવિયા અને વૃંદ

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,

આંખ્ખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

મને લૈજા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,

ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો

હું તો ઘુંઘટડો ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
આલબમઃ આસોપાલવની ડાળે
સ્વર:  કિશોર મનરાજા જયશ્રી ભોજવિયા,અને વૃંદ

Published by  OasisThacker

Advertisements