આપે મારા સંગીત આલબમ ‘આસોપાલવની ડાળે‘ નું ટાઇટલ ગીત ‘આસોપાલવની ડાળે’નું સૅમ્પલ આજ સુધી…. આગળ વાંચો

આસોપાલવની ડાળે

[ પ્રથમ વાર સંપૂર્ણ ગીત ] Mp3

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

AasopalavNi Dale – Debut  mp3 – Ghanshyam Thakkar (Oasis)

'AasopalavNi Dale' CD cover front
 આસોપાલવની ડાળે      Oasis Thacker 
 આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….ઊંચે રે ટીંબે મારા વ્હાલમનાં ખોરડાં
ખડતલ છે ઢોલિયા ને આથમતા ઓરડા…
આ ઘરથી પેલે ઘર છે વાડ્યો ગુલાબની, ને
મારા તો ચોળી-ચણિયા નવા રે નકોરડા!નફ્ફટ કાંટાએ મારી લાજલડી ખોલી ત્યારે
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….

ફૂલો જો લાવશો તો અવળું કંઈ બોલશું,
કાંટા લઈ આવશો તો દરવાજા ખોલશું;
ભરરે બજાર સોનલ! લાજશરમ છોડી દૈને
ફૂલોની ભારોભાર કાંટાને તોળશું!

ઘનશ્યામે શૂળ લવંડર-શાહીમાં બોળી ત્યારે
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
આસોપાલવની ડાળે કોયલડી બોલી ત્યારે,-
શમણાંને સાટે દલડાં વ્હોરિયાં….
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)