Archive for સપ્ટેમ્બર, 2014

નવરાત્રી ગરબા : કાનુડા રે – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર


કાનુડા રે 

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
Lyrics and Music: Ghanshyam Thakkar
સ્વર: કિશોર મનરાજા, નેહા મહેતા અને વૃંદ
Singers: Kishore Manraja, Neha Mehta
નવરાત્રિનાં વધામણાં (રાત્રી-1)
Happy Navratri [Night-1]

ડિસ્કો ગરબા [નંદના કુંવર ] – ગીત સંગીત – ઘનશ્યામ ઠક્કર


ગીતની પ્રથમ પંક્તિ લોકગીતની છે

ઝટ રે જાવું રે મારે ઘેર રે, નંદના કુંવર મારું બેડલું ચઢાવને!

डिस्को गरबा [ नंदना कुंवर ] 

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

રાધાઃ

ઝટ રે જાવું રે મારે ઘેર રે, નંદના કુંવર મારું બેડલું ચઢાવને!

ગાયોનાં ધણ પહોંચી’ગ્યાં ક્યારનાં ગમાણમાં,
આખું વનરાવન આવી પેઠું મારી માણમાં!

સો જોજન આઘું લાગે શ્હેર રે,
નંદના કુંવર મારું બેડલું ચઢાવને!
ઝટ રે જાવું રે મારે ઘેર રે, નંદના કુંવર….

શ્યામઃ

તારા બેડલાની સાથે જૂનાં વેર રે,
કેમ કરી રાધે તારું બેડલું ચઢાવીએ….

આમ તો ઉચકિયે રાધે! ગોવર્ધન-ગીરને,
કેમ કરી ખાળું તારાં નજરુંનાં તીરને?

મટકી અડકુંને ચઢે ઝેર રે, કેમ કરી રાધે તારું બેડલું ચઢાવીએ.

રાધાઃ

નટવર ના શોભે આવો કૅર રે, નંદના કુંવર મારું બેડલું ચઢાવને!
———————————————————-
ઝરમર સરવર, લથબથ ઘાઘર,
પાલવ ફરફર જાય ઊડે;
વ્રજની ગાગર, મહી ને સાકર,
ઓઢણીમાં અત્તર-મ્હેક ચઢે.

ઝટપટ પનઘટ, ઘૂંઘટપટ ઊઘડે,
લટ છટકે જ્યાં મુખડે,
વાંસળી વગાડે પેલો નટવર નાગર,
ગોકુળનું ઘરઘર ઊમટી પડે! 

————————-

PROTECTED BY COPYRIGHT LAWS

Oasis Keyboard

નવરાત્રી ગરબાઃ એને વિજોગ – ગીત & સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ગુજરાતી ગરબા, રાસ અને લોકગીતોમાં કરુણ રસ.

નવરાત્રી ગરબાઃ Play એને વિજોગ

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ

એને વિજોગ
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ
આસોપાલવની ડાળે
પાલવડે દડદડતી યાદ એની સૈયર! ઓશીકે સીંચાતાં શમણાં;
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
 
એને વિજોગ દંન ભડકે બળે, ને રાત થોરિયાની વાડ્યોમાં જાગતી,
ટીમણ ટાણે તો ખળે ડાંગર ઝુડાય એમ હૈયા પર ઝાપોટ્યો વાગતી.
મારે તો પૂરવાના ખાળ હવે સૈયર! છોને દે ભેંસ દૂધ બમણાં….. 
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
   
વેઠી વૈશાખ મેં તો  જળ રે સીંચ્યાં, ને પેલાં વરસ્યાં વાદળ મારાં થાય ના,
કેવે તે ઘોડલે થ્યા છે અસવાર એ, કે નજર્યુંના ઢાળ આ ચઢાય ના? 
ધગધગતી ધરતી એ ઠારે યે કોણ જેની ઉપરથી વ્હૈ જાતાં ઝરણાં, 
પાલવડે દડદડતી યાદ એની સૈયર! ઓશીકે સીંચાતાં શમણાં;
 
અંધારા સૂરજને જોવાને કાજ મારે ઓલવવા આંખ્યુંના દીવા?
એને પામ્યાના મારા છલછલતા કળશ્યેથી કોરા તે ઘૂંટડા પીવા!
ખોળિયાનો ખાલીપો વેંઢારું ક્યાં લગ, કે અંતરનાં થૈ ગ્યાં ઊઠમણાં
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
——————–

મેંદી રંગ લાગ્યો (વાદ્ય અને વોઇસ) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Happy Navratri


मेंदी रंग लाग्यो (वाद्य और वोइस)

[हेप्पी नवरात्री २] 

મેંદી રંગ લાગ્યો

Music Album: ઓ રાજરે O Raaj Re

O Raaj Re - Ghanshyam Thakkar

e

હેપ્પી નવરાત્રી (રૂડા શ્યામ ઘેર આવ્યા – વાદ્ય) : ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


ગુજરાતના ગરબા અને ગુજરાતના ગાંધીજી. ગાંધીજયંતી આ વર્ષે નવરાત્રી દરમ્યાન આવતી હોવાથી ૨ ઓક્ટોબરે રજુ કરીશું સ્પેશિયલ ‘ગાંધીજયંતી ગરબા રિમિક્સ’

हेप्पी नवरात्री

रूडा श्याम घेर आव्या

वाद्य [और मूल गीत]

Happy Navratri [Rooda Shyam Gher Avya – Instrumental] Oasis Thacker

संगीतकारः गीतकार घनश्याम ठक्कर (ओएसीस)

India’s Mars Success Reaction from Pakistan and China (Comedy) – Oasis Thacker


India’s Mars Success Reaction from Pakistan and China (Comedy) – Oasis Thacker

ચીમટાના જેટલુંક ગોરસ ચોરાયું એમાં? (ગીત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


આ પહેલાં અપ્રગટ

ચીમટાના જેટલુંક ગોરસ ચોરાયું એમાં? 

ગીત

ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)

ये शाम मस्तानी (वाद्य रिमिक्स) – घनश्याम ठक्कर (ओएसीस)


ये शाम मस्तानी 

वाद्य रिमिक्स

घनश्याम ठक्कर (ओएसीस)

Yeh Shaam Mastani (Instrumental Remix) – Oasis Thacker

તારી લચકાતી પાંપણના પલ્લકારા (ગીત) – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)


આ પહેલાં અપ્રગટ

તારી લચકાતી પાંપણના પલ્લકારા

eyes500

ગીત

ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ)