२०१४ के आंतरराष्ट्रिय स्टेट्स – घनश्याम ठक्कर (ओएसीस)

Stats (International) 2014 – Oasis Thacker

મિત્રો,

કલાકારની સૌથી મોટી મહત્વાકાંક્ષા એ હોય છે, કે અધિકતમ ભાવકો એમની કલા દ્વારા આનંદની અનુભૂતિ કરે. એનાથી મોટી સંતુષ્ટિ બીજી કોઈ હોઈ શકે નહીં. ઇન્ટરનેટની મજા એ છે કે, દુનિયાના ખૂણે ખૂણે ભાવકો વેબસાઇટ અને બ્લૉગ દ્વારા કલાનો ઉપભોગ કરી શકે છે. આ સ્ટેટ્સથી આપ જોઈ શકશો કે ૧૬૦થી વધારે દેશના મિત્રો મારા વેબસાઇટ અને બ્લોગના મહેમાન બન્યા છે. મારી મહેનતનું સૌથી મોટું ફળ આ છે.

સંગીતનું પ્રોડક્ષન, વિડિયો પ્રોડક્ષન, વેબપેજ ડિઝાઇન ઇત્યાદિ ટેકનિકલ કામ મારે જાતે કરવાં પડે છે. તે સર્જનનો ઘણો સમય ખાઈ જાય છે. પરિણામે, હું વધારે પોસ્ટ પબ્લીશ નથી કરી શકતો. ગદ્ય લેખોની ઘણી માંગ છે, અને હું પણ ઇચ્છું છું કે જીવનના અનુભવો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન હું નવી પેઢીને પીરસી શકું. પણ સમય સૌથી મોટો દુશ્મન છે. તે માટે ક્ષમા માગું છું.

આશા છે કે ૨૦૧૪ની જેમ દુનિયાને ખૂણે-ખૂણેથી આપ મારું સંગીત, કવિતા, ગદ્ય, વિડિયો, અને અન્ય સર્જન માણતા રહેશો.

આપનો,

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

Advertisements