રૂડા શ્યામ ઘેર આવ્યા

[હેપ્પી નવરાત્રી]

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

AsoCD528

સંગીત આલબમ આસોપાલવની ડાળે

હેપ્પી નવરાત્રી

Happy Navratri

My facebook

MY MUSIC

 ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદ

શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા ,
જાણે ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં
પૂનમની રાતે ,
ચાદનીએ વાદળાં ઝુલાવ્યાં રે, નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા .
 
શમણાં વચાળે કહાને કોને રે છુપાવ્યાં?
‘એમાં ફૂલ-ગુલાબી રાધા,
જેનાં ગોરસ કહાને ખાધાં,
પછી દૂધની લીધી બાધા!
(બની જૈને સીધા સાદા)’
તોયે જસોદાની જેલમાં પૂરાયા રે નટખટિયા કુંવર ,
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
 
ચુંદડી ચોરો તો તુંને જમુનાજીની આણ, કાનુડા !
દઊં ગાળ જો ચોરો ચોળી,
હૂં તો એટલી બધી ભોળી,
પૅ’રી ચોળી મેંતો ધોળી,
પાછી અત્તરમાં ઝબકોળી
કાળા ચોરને એંધાણ ઓળખાવ્યાં રે,નટખટિયા કુંવર ;
શમણાં ઉગાડી રૂડા શ્યામ ઘેર આવ્યા
….
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)
All the in instruments and rhythms performed by Ghanshyam Thakkar

Oasis Thacker Production