Posts from the ‘વિવેચન’ Category

પૂજ્ય શ્રી ઉમાશંકર જોશીને ૧૦૬મા જનમદિને યાદ કરતાં – ઘનશ્યામ ઠક્કર

પૂજ્ય શ્રી ઉમાશંકર જોશીને ૧૦૬મા જનમદિને યાદ કરતાં

– ઘનશ્યામ ઠક્કર

Umashankar Joshi in Dallas

શ્રી ઉમાશંકર જોશી ડાલાસમાં મહેમાન – 1985
ડાબી બાજુએથી શ્રી ઘનશ્યામ ઠક્કર, શ્રી ઉમાશંકર જોશી અને શ્રી મહેન્દ્ર મેઘાણી

એક ભયજનક વિચાર – ઘનશ્યામ ઠક્કર

એક ભયજનક વિચાર

ઘનશ્યામ ઠક્કર

Read the same post in English

One Scary Thought – Oasis Thacker

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય 4: લૅંડિંગ] – ઘનશ્યામ ઠક્કર

સાત માઇગ્રેશન કાવ્યો

 કાવ્ય 4:

લૅંડિંગ *

અછાંદસ

ઘનશ્યામ ઠક્કર

*છાપ-ભૂલઃ ‘

‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે’ સંગ્રહમાં આ કાવ્યનું મથાળું ભૂલથી ‘બૅંડિંગ’ છપાયું છે.

———————————–

આ કવિનાં ‘સાત માઇગ્રેશન કાવ્યો’ (૪૮ થી ૫૪ નંબરનાં કાવ્યો) કલ્પનોથી તો સમૃદ્ધ છે જ, કવિની વૈયક્તિક રચનારીતિમાં અ-પૂર્વતા છે. પણ આ બધાથી અભિન્ન/સ્વરૂપથી અભિન્ન જે ચૈતસિક સામગ્રી છે, કાવ્યના ફોર્મમાં મળતી/ તે સિવાય તેનું પ્રાગટ્ય શક્ય નથી. કહો કે Formal Content તે કાવ્યના રસિક અભ્યાસીઓના ઊંડા અધ્યયનનો અભ્યાસ બની રહો.

એક દેશકાલ સંસ્કૃ.તિમાં જન્મી ઉછરેલા સંવેદનશીલ મનુષ્યના ‘દેશાન્તરની તૈયારી (કાવ્યઃ૪૮નું શીર્ષક)થી ‘મૌન’ (કાવ્યઃ૫૪નું શીર્ષક) સુધીના અનેકાનેક સંવેદનો અહીં વ્યક્ત થયા છે. બીજા દેશમાં સ્થિર થયેલા કવિની ધ્યાનપૂર્વકના નિરીક્ષણની સામગ્રી તો અંતે ‘મૌન’ બની રહે છે.

લાભશંકર ઠાકર     ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ    ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે‘ પ્રવેશક

આ કાવ્ય વિષે ઃ મધુસૂદન કાપડિયા (Video)

——————————————————————————————————————————————

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય ૩: પાંચ પિસ્તાલીસ અને પશ્ચિમ વચ્ચે ક્યાંક] – ઘનશ્યામ ઠક્કર

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય-૨] : આંખોની પછીતના દરવાજેથી – ઘનશ્યામ ઠક્કર

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય-૨] : આંખોની પછીતના દરવાજેથી – ઘનશ્યામ ઠક્કર

આ કવિનાં ‘સાત માઇગ્રેશન કાવ્યો’ (૪૮ થી ૫૪ નંબરનાં કાવ્યો) કલ્પનોથી તો સમૃદ્ધ છે જ, કવિની વૈયક્તિક રચનારીતિમાં અ-પૂર્વતા છે. પણ આ બધાથી અભિન્ન/સ્વરૂપથી અભિન્ન જે ચૈતસિક સામગ્રી છે, કાવ્યના ફોર્મમાં મળતી/ તે સિવાય તેનું પ્રાગટ્ય શક્ય નથી. કહો કે Formal Content તે કાવ્યના રસિક અભ્યાસીઓના ઊંડા અધ્યયનનો અભ્યાસ બની રહો.

એક દેશકાલ સંસ્કૃ.તિમાં જન્મી ઉછરેલા સંવેદનશીલ મનુષ્યના ‘દેશાન્તરની તૈયારી (કાવ્યઃ૪૮નું શીર્ષક)થી ‘મૌન’ (કાવ્યઃ૫૪નું શીર્ષક) સુધીના અનેકાનેક સંવેદનો અહીં વ્યક્ત થયા છે. બીજા દેશમાં સ્થિર થયેલા કવિની ધ્યાનપૂર્વકના નિરીક્ષણની સામગ્રી તો અંતે ‘મૌન’ બની રહે છે.

લાભશંકર ઠાકર     ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ    ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે‘ પ્રવેશક

આ કાવ્ય વિષે ઃ મધુસૂદન કાપડિયા (Video)

સાત માઇગ્રેશન કાવ્યો [કાવ્ય-૧ ઃ તૈયારી] (અછાંદસ) – ઘનશ્યામ ઠક્કર

નરસિંહ મહેતાના કૉપીરાઇટ્સ (નિબંધ) ઘનશ્યામ ઠક્કર

નરસિંહ મહેતા આજકાલ બ્લૉગજગતમાં હૉટ છે. કોરલ શાહની કૉપી-પેઇસ્ટ પોસ્ટની કૉમેંટમાં ભાઈ શ્રી યશવંત ઠક્કરે  (અસર)’ કૉપી-પેઇસ્ટ’ના સંદર્ભમાં તેમના થોડા અનુભવો વર્ણવ્યા. તેમને મળેલો એક પ્રતિભાવ તે લખે છેઃ  ‘નરસિંહ મહેતા (કૉપી-પેઈસ્ટ માટે) કેમ વાંધો નથી ઉઠાવતા!’ આવા ગંભીર વિષયની ચર્ચા સમયે અને ટેન્સ વાતાવરણમાં પણ મને ખડખડ હસવું આવી ગયું. મારે એ ભાઈને એટલું જ કહેવાનું કે ‘હજી સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે મોબાઈલનો ટાવર નખાયો નથી. પણ આપણે સૌ સ્વર્ગમાં જઈએ ત્યારે શક્ય છે કે નરસિંહદાદા સ્વર્ગને દરવાજે દંડો (કે એટર્ની) લઈને ઊભા હોય.’ આ મિત્રએ ખરેખર સેલ્સમાં કામ કરવું જોઈએ. આવી કુશળ દલીલોથી એ ઍસ્કિમોને બરફ વેચી શકે.

પછી નરસિંહ મહેતાનું જાણીતું ભજન ‘વૈશ્નવજનતો’ મનમાં ગણગણવા લાગ્યો.. આ પહેલાં  જયારે જયારે ‘ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે’ ગાતો ત્યારે તેમની કૃષ્ણ સાથેની ‘One-on-one, VIP to God’ relationshipનો સાક્ષાતકાર થતો.

આજે કોણ જાણે કેમ, ‘ભણે નરસૈયો’ શબ્દો સાંભળી એકદમ સાયરન વાગી ‘બિ-બિપ…..બિ-બિપ…….કૉપીરાઈટ’!!!  કૉપીરાઈટના કાયદાની ગેરહાજરીમાં; પુસ્તક પ્રકાશનની, કૉમ્યુનિકેશનની અને છાપાંની સગવડના અભાવમાં, ગીતને છેડે નામ લખવા સિવાય કવિ પાસે કૉપીરાઈટ સાચવવાનો  કોઈ રસ્તો નહતો. પછી તો ‘બાઈ મીરા કે કૉપીરાઈટ, નટવર નાગર’……. ‘કહત કબિરા, યહ ગીત મેરા’ ……’તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે લોગ, એક ભાત કે લોગ કો હૈ કૉપી કા રોગ’ વગેરે વગેરે કૉપીરાઈટનાં ઇન્ટરપ્રિટેશન મનમાં ગણગણવા લાગ્યાં

આગળ વાંચો