Posts from the ‘AasopalavNi Dale’ Category

નોંસ્ટોપ ૩૦ મિનિટ્સ [ઓ રાજ રે આલ્બમ – સાઇડ ૨] – ઘનશ્યામ ઠક્કર


Happy Vijayadashami

મિત્રો,

આજે નવરાત્રિનો અંતિમ દિવસ છે.છે કે આપ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હશો  આવતી કાલે દશેરા છે. હેપ્પી દશેરા.  મારા નોનસ્ટોપ ડાંડિયારાસ આલબમ ‘ઓ રાજ રે’ ની બીજી સાઇડનો ૩૦ મિનિટનો રાસ આપના આનંદ માટે રજુ કરું છું. તો આપના કમ્પ્યુટરને સ્પીકર સાથે જોડી થોડા ઘરમાં પણ ઘૂમો.

Nonstop 30Minutes Dandiaras

O Raaj Re  ઓ રાજરે  ‘ओ राजरे’ रास -2-

– घनश्याम ठक्कर

[३० मिनिट नोनस्टॉप डांडियारास सुपरब्लास्ट]

ઓ રાજ રે આલ્બમ [નોંસ્ટોપ ૩૦ મિનિટ્સ સાઇડ ૨] – ઘનશ્યામ ઠક્કર

કિશોર મનરાજા, જયશ્રી ભોજવિયા

Music: Ghanshyam Thakkar (Oasis Thacker Lyrics: Folk Songs and
Ghanshyam Thakkar
Singers: Kishore Manraja, Jayshree Bhojaviya,
Devyani Bendre & Chorous

O Raaj Re -Ghanshyam Thakkar


નવરાત્રિનાં વધામણાં

Dandiyaras

ડાંડિયા રાસ

My Poetry

My Music

My Videos

Advertisements

Happy Navratri [ પોપચાં ચટ્ટકે સે (હીંચ) – ઘનશ્યામ ઠક્કર ]


ગીતકાર અને સંગીતકાર: ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ દેવયાની અને વ્રુંદ 

Popachon Chattake Se

Music & Lyrics : Ghanshyam Thakkar (Oasis)
Singers: Devyani Bindre and Chorous
Rooda Shyam Gher Avya

O Raaj Re - Oasis Thacker

 
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

 ===========================

My Poetry

My Music

My Videos

નવરાત્રિનાં વધામણાં 
Happy Navratri

હેપ્પી નવરાત્રિ – [નંદના કુંવર ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર] Ghanshyam Thakkar


ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

Music & Lyric: ghanshyam Thakkar

(ગીતની પહેલી લીટી લોકગીતની છે)

(The first line is from a folk song)

ગાયકોઃ કિશોર મનરાજા, જયશ્રી ભોજવિયા અને વ્રુંદ

Singers: Kishore Manraja, Jayashree Bhojavia

નવરાત્રિનાં વધામણાં

Happy Navratri

ડાંડિયા રાસ

Dandia Raas Production-Oasis Thacker

dipa_l
O Raaj Re - Ghanshyam Thakkar

હેપ્પી દશેરા – [કાનુડા રે] – ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


विजयादशमी (दशहरा) की शुभकामनाएं [कानुडा रे] – घनश्याम ठक्कर (ओएसीस)]

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

Lyrics and Music: Ghanshyam Thakkar
સ્વર: કિશોર મનરાજા, નેહા મહેતા અને વૃંદ
Singers: Kishore Manraja, Neha Mehta

Happy Rath-Yatra [Kanuda Re: Lyrics/Music : Oasis Thacker


Happy Rath-Yatra

Jagannath Temple Ahmedabad

અવસર [વાદ્ય સંગીત & વૉઇસ] ગીત-સંગીત ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


આ ગીત મેં ૧૯૭૦ની આસપાસ લખ્યું હતું. ૧૯૮૫માં મારા કાવ્યસંગ્રહ ભૂરી શાહીના કૂવા કાંઠે માટે શ્રી ઉમાશંકર જોશીએ પસંદ કર્યું હતું અને તેમાં છપાયું હતું. ગીત લખ્યું ત્યારે જ તેના સૂર મનમાં રમતા હતા. ૧૯૯૫માં તેને સંગીતબધ્ધ કરી સિન્થેસાઇઝર પર આખી ઓરક્રેસ્ટ્રાનું સર્જન થયું ૧૯૯૭માં મારા સંગીત આલબમ આસોપાલવની ડાળે માં સમાવેશ કર્યો ત્યારે સંગીતરચનામાં થોડા ફેરફાર કર્યા.ફિલ્મોમાં ગાઈ ચુકેલ જયશ્રી ભોજવિયાએ એમના મધુર સ્વરમાં ગાયું. રેકૉર્ડિંગ પૂરું થયા પછી જયશ્રીબહેને ભાવાવેશમાં આવી કહ્યું કે આ તેમનું સૌથી પ્રિય ગીત છે.

ત્રણેક અઠવાડિયા પહેલાં એનું વાદ્યસંગીત તૈયાર ક્રર્યું અને રેકોર્ડ કર્યું

અવસર [વાદ્ય સંગીત વૉઇસ]  ગીત-સંગીત ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

શરણાઈ (સિન્થ)ના સૂરો સાથે

AssoTreeCrp210

કાર્તિક પૂર્ણિમાએ વૌઠાના મેળામાં – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)


વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા, આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

કાર્તિક પૂર્ણિમાએ વૌઠાના મેળામાં

પોરી પૈદે તું રૂપની પ્યાલી

ઘનશ્યામ ઠક્કર

Kartik-mela-moon.png

गीत – संगीत ः घनश्याम  ठक्कर (ओएसीस)

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,

આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

મને લૈજા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,

ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો

હું તો ઘુંઘટડો ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!

===============

ધોળકા પાસે સાત નદીઓના સંગમ પર વૌઠાનો મેળો દર કાર્તિકી પૂર્ણિમાએ ભરાય છે. મારા જન્મસ્થળ દેથલીથી નજીક. ખેડા જીલાના ખેડૂતો માટે વેકેશનની જગા. હું ચાર વરસનો થયો ત્યારથી ઘણી વાર આ મેળામાં ગયાનું યાદ છે. કાર્તિકી રાતની કડકડતી ઠંડીમાં બળદગાડાં જોડાતાં. ગાડાંની વણઝાર! અમે બાળકો રજાઈ-ધાબળામાં ગોટમોટ થઈ જતા. બાળકો અને યુવાનો માટે આ સૌથી મોટો ઉત્સવ હતો. ચગડોળ, મિઠાઈ, ભજિયાંની દુકાનો, કાગળનાં ગોગલ્સ અને અન્ય રમકડાં, છેલછબિલાઓ અને છેલછ્બિલીઓના ઑરતા. ત્રણ-ચાર દિવસ માટે પૂનમના અજવાળે ચમકતી નદીની રેત આનંદોત્સવનું સ્વર્ગ બની જતી.

કહેવાની જરૂર નથી કે ૧૯૯૭માં આસોપાલવની ડાળે આલબમ માટે ‘પોરી પૈદે તું રૂપની પ્યાલી લખ્યું અને સંગીતબધ્ધ કર્યું, ત્યારે વૌઠાના મેળાનાં આ સ્મૃતિ-દ્રષ્યો આંખમાં તરવરતાં હતાં