Read in English हिन्दी में पढिये
પ્રિય મિત્રો,
સાલ મુબારક. ૨૦૧૫નું વરસ આપ સૌને સૌથી વધારે સુખ આપનારું બને. મારા વેબસાઈટ અને બ્લોગના મહેમાન બની મારા કલા-જીવનના સાથી બનવા આપ સૌનો આભાર. ક્રિસમસ અને ન્યુ યર જીવનના સારા સમયમાં આવ્યાં હશે, કે કપરા સમયમાં આવ્યાં હશે……. સમય વિત્યા બાદ બન્ને આપણી સ્મૃતિઓનો, આપણા જીવનના ઇતિહાસનો અગત્યનો હિસ્સો બની જાય છે. આપણે સારા સમયની યાદોને માણીએ છીએ, અને વિતેલ કપરી ક્ષણો સાથે સુલેહ કરીએ છીએ. અને આ ગુજરેલો જમાનો હ્રદયનો અખંડ આનંદ અને સંબંધોની સિમ્ફની બની જાય છે.
આ વિડિયોમાં મારા જીવની થોડી ક્રિસ્મસો અને ન્યુ યરની યાદો જોવા મળશે. બૅકગ્રાઉંડમાં મારું વાદ્ય ગીત ‘The Full-Earth Night on The Moon’ સંભળાશે, જે મારા આલબમ ‘DewDrops on The Oasis‘ માંથી લીધેલ છે.

You must be logged in to post a comment.