—————————————————————————————————————————————-
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી વરસગાંઠે
ઘનશ્યામ ઠક્કર
આજે ૭ મે, ૨૦૧૧, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો ૧૫૦મો જ્ન્મદિવસ. ૨૦ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ મેં કવિવર ટાગોરનું અમર કાવ્ય એકલો જાને રે! (ગીત) – રવીન્દ્રનાથ ટાગોર [અનુવાદ: મહાદેવભાઇ દેસાઇ] અને તે કાવ્યનું મેં કરેલું હિંદી ભાષાંતર चल तू अकेला – रवींद्रनाथ टैगोर (हिन्दी भाषांतर : घनश्याम ठक्कर) પ્રકાશિત કર્યાં હતાં. આ ગીતના મારા જીવન પર પડેલા પ્રભાવનો આછો ઉલ્લેખ પણ ટીપ્પણીમાં કર્યો હતો. એ ઉપરાંત સ્વ્યાતંત્ર્ય દિને અને પ્રજાસત્તાક દિવસે મેં સંગીતબધ્ધ કરેલું રાષ્ટ્રગીત પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ – ઘનશ્યામ ઠક્કર પોસ્ટમાં બ્રોડકાસ્ટ અવારનવાર કરેલું.
રવિન્ર્દ્રનાથનું સર્જન એટલું છે, કે આ નાનકડી પોસ્ટમાં તેનો એક અંશ પણ સમાવી ન શકાય. નોબેલ પારિતોશિક વિજેતા ‘ગીતાંજલી’ જેવાં કાવ્યો, ‘કાબુલીવાલા’ જેવી નવલિકાઓ, ‘ઘરે બાહિરે’ જેવી નવલકથાઓ, રવીન્દ્રસંગીત એ બધાનો આછો ઉલ્લેખ કરવા જતાં ય સવાર પડી જાય, તેથી ફરી એકવાર જે ગીતે મારા જીવનમાં સૌથી વધારે પ્રેરણા આપી તે ગીત એકલો જાને રે! (ગીત) – રવીન્દ્રનાથ ટાગોર [અનુવાદ: મહાદેવભાઇ દેસાઇ] ફરી રજુ કરી તેના વિષે બે શબ્દ લખું છું.
માનવ જાતીના ઇતિહાસમાં લાખો વિદ્વાનોએ, ચિંતકોએ, ફીલોસોફરોએ, કવિઓ અને લેખકોએ જીવન જીવવું સરળ થાય, સહ્ય થાય, તે માટે લાખો ઉપદેશાત્મક સુવિચારો, કાવ્યો, ગીતો, બોધકથાઓ, વેદો અને ઉપનિષદો વગેરે લખ્યા છે. પણ દરેક વ્યક્તિના જીવનમાં પાંચ-દસ કાવ્યો કે સુવિચારો એવા હોય છે, જેણે તેમના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હોય છે. પહેલા ધોરણમાં ‘એકલો જાને રે’ કવિતા મોઢે કરી ત્યારથી આજ સુધી ‘તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે’, પંક્તિ મારા જીવન સાથે એકરસ થઈ ગઈ છે. ૧૯૮૦ની આસપાસ મેં એક કાવ્ય લખેલું તેની પહેલી બે પંક્તિઓ હતી, ‘બંધ કવરમાં પત્ર વગરની જાત, દાગ ના લાગે દૂજો, શહેર વચ્ચે ટાપુ બાંધી બેઠો છું રૉબિન્સન ક્રૂઝો’ આવતી પોસ્ટમાં આ ગીત પ્રકાશિત કરીશ.
– ઘનશ્યામ ઠક્કર
0.000000
0.000000
You must be logged in to post a comment.