Posts from the ‘Umashankar Joshi’ Category

પૂજ્ય શ્રી ઉમાશંકર જોશીને ૧૦૬મા જનમદિને યાદ કરતાં – ઘનશ્યામ ઠક્કર


પૂજ્ય શ્રી ઉમાશંકર જોશીને ૧૦૬મા જનમદિને યાદ કરતાં

– ઘનશ્યામ ઠક્કર

Umashankar Joshi in Dallas

શ્રી ઉમાશંકર જોશી ડાલાસમાં મહેમાન – 1985
ડાબી બાજુએથી શ્રી ઘનશ્યામ ઠક્કર, શ્રી ઉમાશંકર જોશી અને શ્રી મહેન્દ્ર મેઘાણી

પાંચ હાઈકુ – ઘનશ્યામ ઠક્કર(ઓએસીસ) Ghanshyam Thakkar (Oasis)


મારી ૪૫ વરસની સર્જન કાર્કિદીમાં મેં ફક્ત આ પાંચ હાઇકુ લખ્યાં છે. પણ આ હાઇકુનો કવિવર શ્રી ઉમાશંકર જોશીએ પ્રસંશનીય ઉલ્લેખ કર્યો છે.
‘કવિનો અનોખો મિજાજ અને પોતીકો અવાજ એની પ્રતીતિ આ સંગ્રહમાં સારા એવા પ્રમાણમાં (અમથાં પાંચ હાઈકુ જ જુઓને) થાય છે’.
-ઉમાશંકર જોશી

નવો મિજાજ, નવો અવાજ

MY MUSIC

Ghanshyam Thakkar (Oasis)

ઉમાશંકર જોશી જન્મશતાબ્દી-4 – ઘનશ્યામ ઠક્કર [ શ્રી ઉમાશંકર જોશીનો ફોર્ટવર્થમાં વાર્તાલાપ (૧૯૮૫) ]


ઉમાશંકર જોશી જન્મશતાબ્દી-4

Play

Mp3

ઘનશ્યામ ઠક્કર

શ્રી ઉમાશંકર જોશીનો ફોર્ટવર્થમાં વાર્તાલાપ

શ્રી ઉમાશંકર જોશીની જન્મ-શતાબ્દી (૨) [ડાલાસમાં આગમન -ઘનશ્યામ ઠક્કર]


Shree Umashankar Joshi

Photo: Ghanshyam Thakkar

page 3

(ગઈ પોસ્ટથી ચાલુ)

એરપોર્ટથી હૉલના રસ્તામાં ઉમાશંકરભાઈએ પૂછ્યું કે તેઓને કોઈ નક્કી કરેલા વિષય પર વક્તવ્ય આપવાનું છે, કે પછી તેમની પસંદગીના વિષય પર. મેં કહ્યુ આપને યોગ્ય લાગે તે વિષય પર બોલજો. પણ આપ જો એક-બે કાવ્યોનું પઠન કરશો તો શ્રોતાઓને ખૂબ જ ગમશે. ઉમાશંકરભાઈ કહે’ “પણ સ્ટેજ પર બે કવિઓ હશે. અને બન્ને કવિઓ કાવ્યપઠન કરે તે યોગ્ય કહેવાય.” તેઓ એમ પણ કહી શક્યા હોત કે ”ઘનશ્યામભાઈ, એક બે કાવ્યો તમે પણ વાંચજો.” પણ જે રીતે તેમણે ‘બે કવિઓ’નો ઉલ્લેખ કર્યો તે તેઓની નમ્રતાની પરાકાષ્ઠાનું દર્શન કરાવે છે. જાણે કે ‘હું અને તમે બન્ને સરખા કવિઓ!’ હું તો ઉમાશંકરભાઈ સાથે એક સ્ટેજ પર સાથે કાવ્યપઠન કરવા મળશે તે સાંભળી ભાવ-વિભોર થઈ ગયો.

ઉમાશંકરભાઈ સ્ટેજપર ખુરસીમાં બેઠા કે તરત તેમનું ધ્યાન શ્રોતાગણની છેલ્લી હરોળ પર ગયું. તેઓ આ વ્યક્તિને સ્ટેજ પર આવવાનો આગ્રહ કરવા લાગ્યા. મેં જોયું તો એક દાઢીવાળા
ભાઈ સ્ટેજપર આવવા ના પાડી રહ્યા હતા. પણ ઉમાશંકરભાઈએ આગ્રહ ચાલુ રાખ્યો, અને કહ્યું, “તમે અહીં નહી આવો તો લોકો પાછળ જોયા કરશે” ( અર્થાર્ત ‘તમે તો મારા કરતાં પણ વધારે લોકપ્રિય છો’) એમની મજાકમાં પ્રેમ અને નમ્રતા સિવાય કઈં જણાય નહીં. પછી ખબર પડી કે આ અજાણ્યા આગંતુક શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી હતા. નામથી તો તેમને વરસોથી જાણતો હતો, પણ ક્યારે ય જોયેલા નહીં કે તેમનો ફોટો પણ જોયેલો નહીં. ૧૯૭૦ની આસપાસ મિલાપ’ના પાછળના પૂંઠા પર મારાં બે કાવ્યો પ્રસિધ્ધ કર્યાં હતાં, અને
૧૯૭૦ની યાદગાર કવિતા’ પુસ્તકમાં પણમાં પણ મારાં બે એક કાવ્યો છાપ્યાં હતાં. મહાન શ્રી ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર આમ ‘સરપ્ર્રાઇઝ એન્ટ્રી મારે’ એ તો મારા માટે ‘બોનસ’ ઉત્સવબની ગયો. મહેન્દ્રભાઈના પુત્ર યુ.એસ.એ.માં બીજા કોઈ શહેરમાં રહેતા હતા, તેમને ઘેરથી, કોઈને પણ તકલીફ આપ્યા વિના કે જણાવ્યા વિના હૉલ સુધી કઈ રીતે આવી ગયા, તે મને હજી ખબર નથી.

કાર્યક્રમની શરૂઆતમાં ગીતા ઠક્કરે તેના મધુર સ્વરમાં ‘ભોમિયા વિના’ની પ્રથમ પંક્તિ ગાઈ. એ પહેલી પંક્તિનું પુનરાવર્તન કરે ત્યાં તો હૉલના બધા શ્રોતાઓએ ગીતને
સમુહગીત બનાવી દીધું ગીતા જે પણ પંક્તિ ગાય તે પ્રેક્ષકો ઝીલે. જાણે બધા ફરી એકવાર ક્લાસરૂમમાં બેસી ગયા હોય! બીજે દિવસે ઉમાશંકરભાઈ કહેઃ “ગીતાબહેને તો ‘ભોમિયા વિના’ને લગભગ રાષ્ટ્રગીત બનાવી દીધું હતું.”  કોઈને પણ કૉમ્લીમેંટ આપવાનું તેઓ ચૂકતા નહીં.

આગળ વાંચો

Page-4


શ્રી ઉમાશંકર જોશીની ૧૦૦મી વર્ષગાંઠે – ૧ – ઘનશ્યામ ઠક્કર


Photo: Ghanshyam Thakkar

 શ્રી ઉમાશંકર જોશીની ૧૦૦મી વર્ષગાંઠે  – ૧

 ઘનશ્યામ ઠક્કર

page 1

આજે જુલાઈ ૨૧, ૨૦૧૧ના રોજ પૂજ્ય ઉમાશંકરભાઈનો ૧૦૦મો જન્મદિવસ.

શ્રી ઉમાશંકરભાઈના સાહિત્ય અને જીવન વિષે એટલું બધું લખાયું છે, કે હું જે કહીશ એ બધુંજ કહેવાઈ ગયેલું હશે. પણ શ્રી ચંદ્રકાન્ત શેઠે એક જ વાક્યમાં શ્રી ઉમાશંકરભાઈને સૌથી મોટું, યોગ્ય, માન આપતાં લખ્યું છે, “શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ૧૯મી સદીના સૌથી મહાન ગુજરાતી લેખક/સાક્ષર કહેવાય, તો શ્રી ઉમાશંકર જોશી ૨૦મી સદીના સૌથી મોટા લેખક/સાક્ષર (Man of the Century) છે. આથી મોટું બીજુ શું માન આપી શકાય?

મને ઘણા જ સાહિત્યકારો માટે ખૂબ જ માન છે. પણ ઉમાશંકરભાઈની વાત કઈંક જુદી જ હતી. જીવનમાં મેં માત્ર બે જ વ્યક્તિઓને પિતાતુલ્ય કહી છે. એક શ્રી ઉમાશંકરભાઈ અને બીજા અમેરિકાના શ્રી વુડ્રો વિલ્સન. (મી. વિલ્સન વિષે ફરી ક્યારે વાત કરીશું)

આજનો લેખ માત્ર મારા અને ઉમાશંકરભાઈના ટૂંકા પરિચય વિષેનો છે.

આગળ વાંચો

ફોટો-ગૅલેરી: આજકાલ-ઘનશ્યામ – ઘનશ્યામ ઠક્કર


૧. સંગીતસર્જન અને સ્ટુડિયો રૅકૉર્ડિંગ.

ફોટો-ગૅલેરી: આજકાલ-ઘનશ્યામ – ઘનશ્યામ ઠક્કર

Pictures were taken in August-September, 2010

માત્ર કલાનો મજૂર હું

મિત્રો,

મારા સંગીત અને સાહિત્યસર્જનના ધ્યેય માટે, કે પછી આ કલાઓ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કે તે સાથે સંકળાયેલ કંપ્યુટર જ્ઞાન પ્રાપ્તકરવામાં, વેબસાઈટ સ્થાપિત કરવામાં (વેબ-પેજ ડિઝાઇન), બ્લૉગ-પ્રકાશિત કરવામાં, એન્જિનિયરિંગ અને મેનેજમેંટના વ્યવસાયમાં કે તે અંગેના આધુનિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં એવી રીતે સમય પસાર થઈ ગયો છે, કે કોઈ સવારે ભાનમાં આવું ત્યારે દસકો વીતી ગયો હોય છે. કેટલાક મિત્રો-સંબંધીઓ સાથે વર્ષોથી સંપર્કમાં રહી શક્યો નથી. કોઈ માને છે કે હું અસામાજિક બની ગયો છું, કોઈ માને છે હું અભિમાની થઈ ગયો છું, તો કોઈ માને છે હું મૃત્યુ પામ્યો છું, અને કોઈ છદ્મ-કવિ અને સંગીતકાર મારા નામે પ્રકાશન કરે છે.આ સંન્યાસ કોઈ પ્રયત્ન પૂર્વક યોજેલ પૂર્વચિંતિત જીવન શૈલી નથી. એમ કહો, એક કુદરતી ઘટના છે, માત્ર એક અભાન વાસ્તવિકતા છે.. જે જૂના મિત્રો મને ઓળખે છે, તે સાક્ષી પૂરશે, કે એક વખત હું વધુ પડતો સામાજિક હતો, અને એને કારણે મારી સર્જનપ્રક્રિયા પણ (મારા હિસાબે) મંદ પડી ગઈ હતી.

કેટલાક મિત્રો-સંબંધીઓને કલ્પના પણ નથી કે આજે હું કેવો દેખાતો હોઈશ, કે ખરેખર કેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છુ. આજના આ ફોટોગ્રાફસ અને આગામી થોડી પોસ્ટના ફોટોગ્રાફ્સથી એનો અંદાજ આપ લગાવી શકશો.

આ વિષયના વધારે ફોટોગ્રાફ્સ હવે પછીની પોસ્ટમાં મૂકીશ

મારા બ્લોગ્સ અને વેબસાઈટ પર હમેશાં મહેમાન બનવા આભાર.

ઘનશ્યામ ઠક્કર

યુ-ટ્યુબ : કાવ્યપઠન, આસ્વાદ અને નિવેદન [વિડિયો-૧] – ઘનશ્યામ ઠક્કર


Kavya Pathan, Asvad, and Nivedan

યુ-ટ્યુબ : કાવ્યપઠન, આસ્વાદ અને નિવેદન [વિડિયો-૧]

ઘનશ્યામ ઠક્કર

You Tube Kavya Pathan, Asvad, and Nivedan

Ghanshyam Thakkar

Poem: Bhoori ShahiNa Kuva Kanthe, Book: Bhoori ShahiNa Kuva Kanthe, Poet: Ghanshyam Thakkar,