Posts tagged ‘Club_Oasis’
મારા સંગીતનાં નવાં અને અપડેટ કરેલાં વેબપેજ -ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
મિત્રો
મારા વેબસાઈટ અને બ્લોગની શરૂઆત કર્યા પછી સંગીત, કવિતા, અને અન્ય સર્જન આપ સૌને બ્લોગ અને વેબપેજની મદ્દદથી પીરસતો રહ્યો છું. લાગ્યું કે મારાં સંગીતનાં વેબપેજને નવા વિભાગોમાં વહેંચી વધારે યુઝર-ફ્રેન્ડલી બનાવી શકું, જેથી આપ મારું સંગીત સહેલાઈથી માણી શકો. આશા છે કે આપને મારાં નવાં/સુધારેલાં વેબપેજ ગમશે.
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ
NEW & REVISED WEBPAGES OF MY MUSIC
Ghanshyam Thakkar (Oasis)
અવસર [વાદ્ય સંગીત & વૉઇસ] ગીત-સંગીત ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
આ ગીત મેં ૧૯૭૦ની આસપાસ લખ્યું હતું. ૧૯૮૫માં મારા કાવ્યસંગ્રહ ભૂરી શાહીના કૂવા કાંઠે માટે શ્રી ઉમાશંકર જોશીએ પસંદ કર્યું હતું અને તેમાં છપાયું હતું. ગીત લખ્યું ત્યારે જ તેના સૂર મનમાં રમતા હતા. ૧૯૯૫માં તેને સંગીતબધ્ધ કરી સિન્થેસાઇઝર પર આખી ઓરક્રેસ્ટ્રાનું સર્જન થયું ૧૯૯૭માં મારા સંગીત આલબમ આસોપાલવની ડાળે માં સમાવેશ કર્યો ત્યારે સંગીતરચનામાં થોડા ફેરફાર કર્યા.ફિલ્મોમાં ગાઈ ચુકેલ જયશ્રી ભોજવિયાએ એમના મધુર સ્વરમાં ગાયું. રેકૉર્ડિંગ પૂરું થયા પછી જયશ્રીબહેને ભાવાવેશમાં આવી કહ્યું કે આ તેમનું સૌથી પ્રિય ગીત છે.
ત્રણેક અઠવાડિયા પહેલાં એનું વાદ્યસંગીત તૈયાર ક્રર્યું અને રેકોર્ડ કર્યું
અવસર [વાદ્ય સંગીત વૉઇસ] ગીત-સંગીત ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
શરણાઈ (સિન્થ)ના સૂરો સાથે
હેપ્પી દિવાળી – ઘનશ્યામ ઠક્કર
સૌ મિત્રોને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ
You must be logged in to post a comment.