Posts tagged ‘geet’
અવસર [વાદ્ય સંગીત & વૉઇસ] ગીત-સંગીત ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
આ ગીત મેં ૧૯૭૦ની આસપાસ લખ્યું હતું. ૧૯૮૫માં મારા કાવ્યસંગ્રહ ભૂરી શાહીના કૂવા કાંઠે માટે શ્રી ઉમાશંકર જોશીએ પસંદ કર્યું હતું અને તેમાં છપાયું હતું. ગીત લખ્યું ત્યારે જ તેના સૂર મનમાં રમતા હતા. ૧૯૯૫માં તેને સંગીતબધ્ધ કરી સિન્થેસાઇઝર પર આખી ઓરક્રેસ્ટ્રાનું સર્જન થયું ૧૯૯૭માં મારા સંગીત આલબમ આસોપાલવની ડાળે માં સમાવેશ કર્યો ત્યારે સંગીતરચનામાં થોડા ફેરફાર કર્યા.ફિલ્મોમાં ગાઈ ચુકેલ જયશ્રી ભોજવિયાએ એમના મધુર સ્વરમાં ગાયું. રેકૉર્ડિંગ પૂરું થયા પછી જયશ્રીબહેને ભાવાવેશમાં આવી કહ્યું કે આ તેમનું સૌથી પ્રિય ગીત છે.
ત્રણેક અઠવાડિયા પહેલાં એનું વાદ્યસંગીત તૈયાર ક્રર્યું અને રેકોર્ડ કર્યું
અવસર [વાદ્ય સંગીત વૉઇસ] ગીત-સંગીત ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
શરણાઈ (સિન્થ)ના સૂરો સાથે
કાર્તિક પૂર્ણિમાએ વૌઠાના મેળામાં – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા, આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા
કાર્તિક પૂર્ણિમાએ વૌઠાના મેળામાં
પોરી પૈદે તું રૂપની પ્યાલી
ઘનશ્યામ ઠક્કર
गीत – संगीत ः घनश्याम ठक्कर (ओएसीस)
પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,
આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા
મને લૈજા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,
ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો
હું તો ઘુંઘટડો ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
===============
ધોળકા પાસે સાત નદીઓના સંગમ પર વૌઠાનો મેળો દર કાર્તિકી પૂર્ણિમાએ ભરાય છે. મારા જન્મસ્થળ દેથલીથી નજીક. ખેડા જીલાના ખેડૂતો માટે વેકેશનની જગા. હું ચાર વરસનો થયો ત્યારથી ઘણી વાર આ મેળામાં ગયાનું યાદ છે. કાર્તિકી રાતની કડકડતી ઠંડીમાં બળદગાડાં જોડાતાં. ગાડાંની વણઝાર! અમે બાળકો રજાઈ-ધાબળામાં ગોટમોટ થઈ જતા. બાળકો અને યુવાનો માટે આ સૌથી મોટો ઉત્સવ હતો. ચગડોળ, મિઠાઈ, ભજિયાંની દુકાનો, કાગળનાં ગોગલ્સ અને અન્ય રમકડાં, છેલછબિલાઓ અને છેલછ્બિલીઓના ઑરતા. ત્રણ-ચાર દિવસ માટે પૂનમના અજવાળે ચમકતી નદીની રેત આનંદોત્સવનું સ્વર્ગ બની જતી.
કહેવાની જરૂર નથી કે ૧૯૯૭માં આસોપાલવની ડાળે આલબમ માટે ‘પોરી પૈદે તું રૂપની પ્યાલી લખ્યું અને સંગીતબધ્ધ કર્યું, ત્યારે વૌઠાના મેળાનાં આ સ્મૃતિ-દ્રષ્યો આંખમાં તરવરતાં હતાં
ધનતેરશના પર્વ પર કવિઓને સલાહ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
ધનતેરશને દિવસે લક્ષ્મીને બદલે સરસ્વતીની પૂજા કરે (અને તેનાં ફળ ભોગવે), તે કવિ! અપની ન માનો, ભરત વ્યાસ સે પૂછો. ‘પૈસે વાલા શેર બડા તગડા હોતા હૈ’
धनतेरश के दिन कवि को सलाह [:) (हास्य-संगीत]
ગાંધીજયંતી ગરબા (સાબરમતી કે સંત) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
ગાંધી અને ગરબા ગુજરાતની ગરિમાના સર્વોચ્ચ સ્થાને છે. આ વર્ષે ગાંધીજયંતી ગરબાની ઋતુમાં આવતી હોવાથી જાગૃતિ ફિલ્મના આ જાણીતા ગીતનું મેં ગરબાકરણ કર્યું છે. આશા છે આપ સૌને ગમશે.
गांधीजयंती गरबा
साबरमती के संत
घनश्याम ठक्कर (ओएसीस)
નવરાત્રી ગરબાઃ એને વિજોગ – ગીત & સંગીતઃ ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
ગુજરાતી ગરબા, રાસ અને લોકગીતોમાં કરુણ રસ.
નવરાત્રી ગરબાઃ Play એને વિજોગ
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ
એને વિજોગ
|
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
|
સ્વરઃ નેહા મહેતા અને વૃંદ
|
આસોપાલવની ડાળે
પાલવડે દડદડતી યાદ એની સૈયર! ઓશીકે સીંચાતાં શમણાં;
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
એને વિજોગ દંન ભડકે બળે, ને રાત થોરિયાની વાડ્યોમાં જાગતી,
ટીમણ ટાણે તો ખળે ડાંગર ઝુડાય એમ હૈયા પર ઝાપોટ્યો વાગતી.
મારે તો પૂરવાના ખાળ હવે સૈયર! છોને દે ભેંસ દૂધ બમણાં…..
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
વેઠી વૈશાખ મેં તો જળ રે સીંચ્યાં, ને પેલાં વરસ્યાં વાદળ મારાં થાય ના,
કેવે તે ઘોડલે થ્યા છે અસવાર એ, કે નજર્યુંના ઢાળ આ ચઢાય ના?
ધગધગતી ધરતી એ ઠારે યે કોણ જેની ઉપરથી વ્હૈ જાતાં ઝરણાં,
પાલવડે દડદડતી યાદ એની સૈયર! ઓશીકે સીંચાતાં શમણાં;
અંધારા સૂરજને જોવાને કાજ મારે ઓલવવા આંખ્યુંના દીવા?
એને પામ્યાના મારા છલછલતા કળશ્યેથી કોરા તે ઘૂંટડા પીવા!
ખોળિયાનો ખાલીપો વેંઢારું ક્યાં લગ, કે અંતરનાં થૈ ગ્યાં ઊઠમણાં
ઊગમણા આવે તો પગલાં પૂજું, ને હિયે ચાંપું જો આવે આથમણા.
——————–
|
You must be logged in to post a comment.