Posts tagged ‘Gujarati Prose’
હેપ્પી ન્યુ યર (ક્રિસમસ્ની યાદો – વિડિયો) – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
Read in English हिन्दी में पढिये
પ્રિય મિત્રો,
સાલ મુબારક. ૨૦૧૫નું વરસ આપ સૌને સૌથી વધારે સુખ આપનારું બને. મારા વેબસાઈટ અને બ્લોગના મહેમાન બની મારા કલા-જીવનના સાથી બનવા આપ સૌનો આભાર. ક્રિસમસ અને ન્યુ યર જીવનના સારા સમયમાં આવ્યાં હશે, કે કપરા સમયમાં આવ્યાં હશે……. સમય વિત્યા બાદ બન્ને આપણી સ્મૃતિઓનો, આપણા જીવનના ઇતિહાસનો અગત્યનો હિસ્સો બની જાય છે. આપણે સારા સમયની યાદોને માણીએ છીએ, અને વિતેલ કપરી ક્ષણો સાથે સુલેહ કરીએ છીએ. અને આ ગુજરેલો જમાનો હ્રદયનો અખંડ આનંદ અને સંબંધોની સિમ્ફની બની જાય છે.
આ વિડિયોમાં મારા જીવની થોડી ક્રિસ્મસો અને ન્યુ યરની યાદો જોવા મળશે. બૅકગ્રાઉંડમાં મારું વાદ્ય ગીત ‘The Full-Earth Night on The Moon’ સંભળાશે, જે મારા આલબમ ‘DewDrops on The Oasis‘ માંથી લીધેલ છે.
Happy New Year (New Year/Christmas Memories Video)
Ghanshyam Thakkar – Oasis
વૅકેશન પર – ઘનશ્યામ ઠક્કર (ઑએસીસ) [On Vacation: Ghanshyam Thakkar (Oasis)
મિત્રો,
આપના ધ્યાનમાં આવ્યું હશે કે મેં દિવાળી પછી નવી પોસ્ટ નથી મૂકી. હા, થોડા દિવસ માટે હું વૅકેશન પર છું. થોડા જ સમયમાં આપને નવી પોસ્ટ જોવા મળશે.
મેં મારા સ્ટેટ્સ પર નજર કરી તો જણાયું કે મારા બધા જ બ્લૉગ અને વેબસાઈટ પર આપ એ જ ઉત્સાહથી મહેમાન બનો છો; મારાં સર્જન [કવિતા, સંગીત, ગદ્ય, હાસ્ય લેખો, વિડિયો, ફોટોગ્રાફ્સ, કમ્પ્યુટર આર્ટ વગેરે] માણો છો. એક સર્જક માટે આનાથી મોટો પુરસ્કાર કયો હોય?
આભાર.
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
આત્મલક્ષી અને પરલક્ષી સાહિત્ય – ઘનશ્યામ ઠક્કર
કવિતા એ કલાકૃતિ છે, છાપાના સમાચાર નહીં. શિક્ષિત વાચકો તેનો ભાવાર્થ લે છે, શબ્દાર્થ નહીં. કવિ તો એક હાર્દિક, સામાજિક, બૌધ્ધિક, આધ્યાત્મિક, કે સદંતર કાલ્પનિક વાતાવરણ ઊભું કરે છે. શબ્દના આ કલાકારો હજારો રંગનાં મેઘધનુષ્ય રચે છે, જેમાં કોઈ એક રંગ અલગ તરી આવતો નથી, બલ્કે, એકબીજામાં ભળી જતા રંગોથી એક ધુમસિયું વાતાવરણ ઊભું કરે છે. તેમાં ભાવક મહાલે છે, શાતા પામે છે. ભલે ને એ વાતાવરણ કરુણતા ભરેલું હોય. સંપૂર્ણ લેખ વાંચો.
આત્મલક્ષી અને પરલક્ષી સાહિત્ય
———————————————————————————————————————————————
![]() |
New Cool Jazz Music Composer & Performer Oasis Thacker To buy CD click below ![]() Email to oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
આસોપાલવની ડાળે India’s romantic and dance songs. To buy CD click below Email to oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Oasis Thacker’s Poetry Collections
|
|
ભૂરી શાહીના કૂવા કાંઠે – ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: – ઉમાશંકર જોશી For more info Email to oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar’s CD poetry collection ( copyright: Oasis Thacker) For CD Email tooasisangeet@ yahoo.com copyright: Oasis Thacker |
You must be logged in to post a comment.