Posts tagged ‘Music and Lyrics: Oasis Thacker’
જનમાષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)
जनमाष्टमी की शुभकामनाएं
श्यामल! Shyamal Play>
[Happy Janmastami]
गीत और संगीतः घनश्याम ठक्कर (ओएसीस)
स्वरः ज्योत्सना हार्डीकर
Music and Lyrics: Oasis Thacker (MP3)
Read the essay in English Happy Janmasthami [MP3] – Oasis Thacker
સૌ મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ
જન્માષ્ટમી એ કૃષ્ણનો જન્મદિવસ. કૃષ્ણનો રંગ શામળો હતો, તેથી તે ‘ઘનશ્યામ’ કે ‘શ્યામલ’ પણ કહેવાય છે. ઘનશ્યામ એટલે શ્યામ વાદળ, અહીં કૃષ્ણના નામ માટે રૂપક તરીકે યોજાયું છે. યોગાનુયોગ ઘનશ્યામનો જન્મદિવસ પણ વર્ષા ઋતુમાં આવે છે, જ્યારે શ્યામ ઘન આકાશમાં ઘેરાએલાં હોય છે, અને ભારતની સરિતાઓની તૃષા છિપાવવા, નવી ફસલનાં સ્વપ્ન લઈને વરસે છે. ગરમીથી ત્રાસેલું ભારત વર્ષાનું સ્વાગત કરે છે.
કમભાગ્યે, આ વર્ષે અતિવૃષ્ટિને કારણે, ‘શ્યામલ’ની પ્રિય યમુના નદીમાં અને અન્ય ઘણી નદીઓમાં પૂરને કારણે વિનાશ સર્જાયો છે.
મારી હિન્દી કવિતા ‘શ્યામલ’માં તો એક નાનકડા ગામની નાનકડી નદી ‘શ્યામલ’ને વિનંતી કરે છે, કે તમે આ ઢીંગલીઓના શહેરની નદી પર યમુના સમજી ને અનરાધાર વૃષ્ટિ ન કરો, માત્ર સૂર્યની આંખમાં કાજળ હોય તેટલું જ ઘેરાઓ, અને માત્ર એટલું જ વરસો, કે અમારી જલન શમે.
મારું આ પ્રિય ગીત આ વરસની જન્માષ્ટમી માટે યથોચિત છે.
You must be logged in to post a comment.