Archive for ફેબ્રુવારી, 2008

एक शेरकी गझल – घनश्याम ठक्कर



    

एक शेरकी गझल

सुननेके लिये उपर क्लिक किजिये

घनश्याम ठक्कर

It may take 30 seconds after clicking for sound activation

===================================================================================

ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી



ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી

   

 

પોસ્ટ વાંચવા ઉપર ક્લીક કરો

19 August 1975

સૌજન્યઃ
ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી

 

ગમતાનો કરીએ ગુલાલ, – મકરંદ દવે


 

 

ગમતાનો કરીએ ગુલાલ, – મકરંદ દવે

પોસ્ટ વાંચવા ઉપર ક્લીક કરો

  

 

સૌજન્યઃ
અમર ગીતો
સંપાદકઃ ચન્દ્રકાંત શેઠ

 

દર્પણ ચોંક્યું’તું એક ચહેરે!! – ઘનશ્યામ ઠક્કર


દર્પણ ચોંક્યું’તું એક ચહેરે!! – ઘનશ્યામ ઠક્કર

 

 

 

 

 

 

ખોંખારો ખાઓ અને સસલું ચોંકે, એમ દર્પણ ચોંક્યું’તું એક ચહેરે!!
પોલીસની લાલ-પીળી સાયરન-બત્તીને મેકપની જેમ કોઈ પહેરે?!

પ્રેમપત્ર ખિસ્સામાં ધોવાઈ જાય, રહે કોરાકટ કાગળનો કૂચો,-
એવો મોઢા પર મૌનનો ડૂચો…….

 આગળ વાંચવા અહીં ક્લીક કરો…..

1984

સૌજન્ય

ભૂરી શાહીના કૂવા કાંઠે

 

મારો અભિપ્રાય: સંગીત, ગીત(લીરીક) અને કાવ્ય-ગીત – ઘનશ્યામ ઠક્કર


મારો અભિપ્રાય: સંગીત, ગીત(લીરીક) અને કાવ્ય-ગીત

– ઘનશ્યામ ઠક્કર 

—————————————————————-

જેમ શબ્દોના હાડપીંજર પર ચાંદનીના કાદવનો લેપ કરી, ઉપર ગુલાબજળ છાંટવાથી સારી કવિતા બનતી નથી, તેમ લયની ભૂમિતીના માપોમાં રૂપાળા શબ્દો ગોઠવી, તેની પર લાગણીની રંગોળી પૂરવાથી સારું ગીત(લીરીક) બનતું નથી.

—————————————————————-

મને હમેશાં એ કુતુહલ થતું રહ્યું છે કે આદિકાળનો માનવી સૌ પહેલાં સંગીતના સૂર અને તાલ અનુભવતો, વ્યક્ત કરતો થયો હશે કે શબ્દ ઉચ્ચારતો થયો હશે? એનો નિષ્કર્ષ તો કદાચ વૈજ્ઞાનિકો પાસે પણ નહીં હોય. પણ સાપ જેવાં પ્રિમિટીવ પ્રાણીને મોરલીના સૂરોથી રોમાંચિત થતો,……….. આગળ વાંચો

 

 

 

 

 

 

 
 
 

 

 
 

 

ઊંડું જોયું – ચંદ્રકાંત શેઠ



ઊંડું જોયું – ચંદ્રકાંત શેઠ


       

 

ઊંડું જોયું, અઢળક જોયું;

    

મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,

કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!…….

આગળ વાંચો

સૌજન્ય

અમર ગીતો – ગુજરાતી સાહિત્યનો અમર વારસો – સંપાદક : ચંદ્રકાન્ત શેઠ

===============================

નવો વિભાગ: તમારો અભિપ્રાય..મારો અભિપ્રાય



તમારો અભિપ્રાય..મારો અભિપ્રાય


પ્રિય મિત્રો,
ગુજરાતીઓનું એ સદ્ભાગ્ય છે કે, વેપારીઓના નામથી વગોવાયેલા આપણે; કવિતા, સંગીત અને અન્ય કળાઓમાં સક્રિય રસ લઈ આપણા પૂર્વજોની સંસ્ક્રુતિ જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આશા છે કે આવી સાંસ્ક્રુતિક ચર્ચાઓથી આપણે આ યાત્રાને એક ડગલું આગળ વધારીએ. અવારનવાર પોસ્ટ દ્વારા નવા વિષયો આપની સમક્ષ રજુ કરીશ. તમે તમારો અભિપ્રાય લખો. એ પછીની પોસ્ટમાં હું મારો અભિપ્રાય જણાવીશ.

આજનો વિષય: સંગીત માટે લખાયેલું ગીત (lyric) સાહિત્ય કક્ષાનું કાવ્ય (Poem) હોવું જરૂરી છે? આપનો અભિપ્રાય કોમેંટ (Comment) વિભગમાં લખો

==============================  

સખી! હું શોધ્યા કરતો’તો – ઘનશ્યામ ઠક્કર (Happy Valentine’s Day)



સખી! હું શોધ્યા કરતો’તો મારો આકાર – ઘનશ્યામ ઠક્કર

       

છંદ : કટાવ

સખી હું શોધ્યા કરતો’તો મારો આકાર
અરીસાની સરહદની પાર્!

આગળ વાંચો

૧૯૭૭
ભૂરી શાહીના કૂવા કાંઠે

ભૂરી શાહીના કૂવા કાંઠે-ઘનશ્યામ ઠક્કર


ભૂરી શાહીના કૂવા કાંઠે-ઘનશ્યામ ઠક્કર

 

કોરા કાગળનાં વસ્ત્રો પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો!

   

ભૂરી શાહીના કૂવા કાંઠે પનિહારીનાં
‘પ્રેમપત્રના અક્ષર’ જેવાં સ્મિત!
પેન-પિપુડી વાગે,-લાગેઃ ચૂનો-ચોપડ્યા-
પાન-ભીંત…….!

આગળ વાંચો

(1983)

ભૂરી શાહીના કૂવા કાંઠે

સૌજન્ય : કવિલોક (જુલાઈ-ઓગસ્ટ ૧૯૮૭) સંપાદકઃ ધીરુ પરીખ

DewDrops on The Oasis – Oasis Thacker’s New Music Album


DewDrops on The Oasis Oasis Thacker

પ્રિય મિત્રો

મારું પ્રથમ આંતરરાષ્ટ્રિય સંગીતનું આલબમ (CD) DewDrops on The Oasis આપની સમક્ષ રજુ કરતાં અત્યંત આનંદ અનુભવુ છું. અંગત રીતે, આ મારી સર્જનપ્રવ્રુત્તિનો ખૂબ જ મહત્વનો માઈલસ્ટોન છે. DewDrops on The Oasis સૂકા રણમાં Oasis જેમ શાતા આપે તેવું સંગીત છે. આ સૂરો પ્રેમીઓથી વૈરાગીઓ સુધી, બાળકોથી વ્રુધ્ધો સુધી, સૌનાં આંતર્મનની બારી ઉઘાડી રણદ્વીપની ઠંડી લહેર છાવરશે!સર્જકનુ કામતો…… આગળ વાંચો

 

oasisthacker.com