Posts tagged ‘ડાંડિયા રાસ’

હેપ્પી કાર્તિક પૂર્ણિમા [પોરી પૈદે તું રૂપની પ્યાલી – ગીત અને સંગીત – ઘનશ્યામ ઠક્કર]



વૌઠાના મેળામાં ધબકે ધબક ઑરતા

પોરી પૈદે તું રૂપની પ્યાલી

PLAY MP3 >>

ગીત અને સંગીત – ઘનશ્યામ ઠક્કર

घनश्यामठक्कर

ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય

About Ghanshyam Thakkar

સ્વર – કિશોર મનરાજા, જયશ્રી ભોજવિયા અને વૃંદ

Vautha na Melaa maan

વૌઠાના મેળામાં ધબકે ધબક ઑરતા

આંખ્ખડીના સોદાગર દલ્લડાંને ચોરતા!

મને લૈજા મેળે તું હાથ ઝાલી…….

કે મારું જોબનિયું જાય સાવ ખાલી.

૧૯૯૬-૯૭માં આ ધમાકેદાર ગીત લખ્યું, તેની તરજ બનાવી, અને તેનાં બધાં વાજિંત્રો અને રિધમ વગાડ્યાં ત્યારે મારી ઉમ્મર ૫૦ વરસની હતી. પ્રામાણિક રીતે કહું તો ત્યારે મેળામાં જવાના એટલા અભરખા નહોતા થતા. તો પછી આટલી બધી ઉર્મિઓ છલકાઈ કયાંથી? જવાબ છેઃ બાળપણની સ્મૃ તિઓ. મારા જીવનનાં પહેલાં દસ વરસ ખેડા જિલ્લા (ચરોતર)ના નાનકડા ગામ ‘દેથલી’માં વીત્યાં હતાં, જ્યાં હજી માથે બેડાં લઈ લચકમચક ચાલતી કન્યાઓનાં, કે બળદની ડોકે ખણખણ ઘુઘરા બાંધી ગાડું હંકારતા સોલંકીઓનાં ચિત્રો માત્ર કવિની કલ્પનાશક્તિમાં ઉપજેલ ભાવચિત્રો જ ન હતાં, એ રોજીંદા જીવન સાથે વણાઈ ગયેલ હતાં.

દેથલીથી પંદર-વીસ કિલોમીટર જ દૂર, ઘુંટડા જેવડી સાત નદીઓના સંગમ પર આવેલા વૌઠા ગામના મેદાનમાં દર કાર્તિકી પૂર્ણિમાએ ‘વૌઠાનો મેળો’ ભરાય છે. આ મેળો ભલે ‘તરણેતર’ના મેળા જેટલો વિખ્યાત ન હોય, અને એના માનમાં ઘણાં ગીતો ના લખાયાં હોય, પણ મારા બાળપણનો એ એક અમુલ્ય હિસ્સો છે. દેથલી થી વૌઠાનું અંતર એટલું ઓછું, કે ચાલતા પણ જઈ શકાય. (દેથલીની ભાષામાં ‘ચંપલાટી’ શકાય). પણ મોટે ભાગે તો તેરસની વહેલી સવારથી માંડી પુનમની સવાર સુધી ગાડાં જોડાય. અને રસ્તામાં બીજાં ગામનાં ગાડાં તેમની સાથે જોડાય અને આખે રસ્તે જાણે બળદગાડાંનો કોન્વોય કે કાફલો હોય તેવું લાગે. ખેતરનાં એકાંતમાં કાળી મજુરી કરતા મેલા-ઘેલા ખેડૂતો વેપારીને ત્યાં જઈ નવું ધોતિયું અને સાફા લઈ આવે, અને જતી-આવતી કન્યાઓ પર ‘લાઇન’ પણ મારી દે. છોકરીઓનું તો કહેવું જ શું? નવી ચણિયા-ચોળી, ઓઢણી; અને હા, કૉણી સુધી પહોંચે તેટલી ખણખણતી રંગબેરગી કાચની બંગડિયો. મારાં બાની નાકડી કરિયાણાની દુકાન, પણ બંગડિયોનું હેડક્વાટર. કન્યાઓને, કોણ જાણે કેમ, હાથમાં ઇજા થાય તોય, બને તેટલી નાની બંગડિયો પહેરવી ગમે. મારાં બા નાની બંગડિયો પહેરાવવામાં તલવિદ. એટલે અમારી દુકાનને ઓટલે બંગડિયો વહોરવા આવેલી ક્ન્યાઓનો નાનકડો મેળો રહ્યા કરે. અગવડ પણ થાય. પણ મને એ માટે ફરિયાદ ન હતી.એ ઉમ્મરે પણ આ નાનકડું કવિ હૃદય સ્ત્રી-સૌંદર્ય માણવા માટે ઠીક ઠીક સભાન હતું.

વેપારીઓ (ઠક્કરો) પાસે ગાડાં ક્યાંથી હોય? હા એક ઠક્કર એક-બે પેસેન્જર બેસી શકાય તેવો ‘એકો (સ્પોર્ટ-ગાડું ઃ))’ રાખતા હતા. પણ ઘણા ખેડૂતો તરફથી અમને ગાડામાં બેસી મેળે જવાનું આમંત્રણ મળતું. સામાન્ય રીતે દિવાળીના તહેવારોનો અંત આવતાં, અને ફટાકડા ખલાસ થઈ જતાં ઘણાં બાળકો ‘ડીપ્રેસ’ થઈ જતા. પણ અમારે એની ચિંતા નહતી. ભાઈ-બીજથી જ હું વૌઠાના મેળાનાં સપનાં જોવા માંડતો. આગલી રાતે મારાં નવાં કપડાંને ગડી વાળી ઓશીકા નીચે મૂકી ‘ઇસ્ત્રી’ કરી હોય તેવો આભાસ પેદા કરતો. ગાડાં પરોઢિયે, કડકડતી ઠંડીમાં ગામ બહાર નીકળે. પણ તે દિવસની ઠંડી પણ ગુલાબની પાંખડિયોના સ્પર્ષ જેવી રોમાંચક લાગે. જોકે બાએ ગાડાંમાં ધાબળા મૂક્યા હોય એટલે સૂરજ નીકળે ત્યાં સુધી ‘ગોટમોટ’. મેળો તો ઠીક, આ ગાડાંના કાફલા સાથે મેળા શુધી પહોંચવાનો આનંદ પણ અવર્ણનિય છે.

ત્યારે મેળામાં એ જોવા-સાંભળવા મળતું, જે ગામમાં ન અનુભવી શકાતું હોય. વિજળીની બત્તીઓ, ગ્રામોફોનમાંથી મોટેથી સંભળાતાં ફિલ્મી ગીતો, રોશની મઢીત ચગડોળ અને ફુદરડીઓ, તંબુઓમાં કે લારીઓમાં ચા અને ભજિયાંની રેસ્ટોરંટો, મદારીના ખેલ, લાલ કાગળમાંથી બનાવેલાં ડિસ્પોઝિબલ ગોગલ્સ (ચહબાં), રમકડાં અને બુઢ્ઢીના બાલ (રૂ જેવી મિઠાઈ) વેચતા ફેરિયાઓ. ખરી રંગત જામે ચાંદનીના અજવાળામાં રાતે. કોઈ સૂવાનું નામ ન લે. થોડી ફરજિયાત ઊંઘ આવે તો તે પણ કડકડતી ચાંદની નીચે ગાડાંમાં. મારા પિતાજી કોંગ્રેસના કાર્યકર હોવાને કારણે અમને કોંગ્રેસના તંબુમાં સૂવાનું મળતું. પણ તંબુમાં ચાંદનીનો અભાવ સાલતો.

મારાં ત્રણેય બાળકો અમેરિકામાં જન્યાં અને ઉછર્યાં છે. તે પણ ત્યાંના મોટા શહેરમાં. મેં જે ગામમાં, ગામઠી મેળામાં, ૧૯૫૦ના દાયકામાં જે અનુભવ્યું છે, તે તેમની કલ્પનાની પણ બહાર છે. ડાલાસમાં વરસમાં એકવાર મેળૉ ‘સ્ટેટ ફેર ઓફ ટેક્સાસ’ ભરાય છે, ત્યાં તેમને બાળપણમાં લઈ જતો. ત્યાં પણ (પ્રમાણમાં ખૂબ જ મોટા) ચગડોળ અને ફુદડીઓ હોય છે, ઉપરાંત ગામડાના હુનરબાજો પોતાની કળા બતાવતા હોય. લાઇવ બૅંડના સુરમાં લોકો ‘ક્ન્ટ્રી અને વેસ્ટર્ન’ ડેન્સ કરે. ત્યાં ભજિયાં અને ચા તો ન મળે, પણ હૉટડોગ, હૅમ્બરગર, ટેક્સાસની પ્ર્ખ્યાત બાર-બે-ક્યુ અને સ્ટેકની પણ કોક કે બીયર સાથે મઝા માણી શકાય. અને આવો જ મેળો ત્યાંના થીમ પાર્ક ‘સિક્સ-ફ્લેગ્સ’ (Six Flags)માં દરરોજ લગભગ બારે માસ ચાલતો હોય. કોઈ કોઈ વાર બાળકોને લૉસ એન્જેલસના ડિઝની લેંડ અને ફ્લોરિડાની ડિઝની વર્લ્ડમાં લઈ જતો. એનો આનંદ તો બાળકોને થતો જ હતો.

પણ અમે જે અનુભવ્યું તેની તુલના થઈ શકે કે નહીં તે એક પ્ર્શ્ન છે. ત્યારે તો ગામમાં એક રેડિયો, કે પેટ્રોલથી ચાલતું વાહન પણ નહીં. વીજળી કે પાણીના નળ નહીંં. હવે તો ભારતનાં ગામડાંમાં પણ ટીવી આવી ગયાં છે, અને ગરીબ નોકરો પણ સેલફોન પર કે અન્ય રીતે સંગીત સાંભળી શકે છે. અમુક મોટાં શહેરોમાં તો થીમપાર્ક પણ થઈ હયા છે. અમારા ભૂતકાળના સંદર્ભમાં આજના મેળા પણ, પૈસાદારને ઘેર વેઢમી બન્યા જેવા, ઓછા રોમાંચક કહેવાય. પણ ઉર્મિશીલ માનવમન હમેશાં માનવ-મહેરામણના મેળાને માણતું રહેવાનું.

હું આજે વૌઠાના મેળામાં ગયો નથી. તમારામાં ઘણાએ તો આ મેળાનું નામ પણ નહીં સાંભળ્યું હોય. પણ એક વિનંતી. તમારા કમ્યુટર પર સ્પિકર જોડી,  દેવદીવાળીની ચાંદની રાતે, વૌઠાના મેળાના આ ગીત સાથે મન ભરીને નાચો, તો મને ફરી એક વાર વૌઠા ગયા જેવો આનંદ થશે.

આશા છે મારો ક્મ્પુટર-આર્ટ પણ તમને ગમશે.

ઘનશ્યામ ઠક્કર

——————–

My Poetry

My Music

My Videos

TWO TOP VIDEOS  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Over 1 million hits on youtube, plus ???? on MP3

Man Dole Mera Tan DolePLAY AUDIOPLAY VIDEO

Over 80,000 hits on youtube, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

Mere Desh Ki Dharti Sona
PLAY AUDIOPLAY VIDEO

(Instrumental synchronized with original film video)

ઓ રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ? હેપ્પી શરદ પૂર્ણિમા – સંગીતકાર: ઘનશ્યામ ઠક્કર (ઓએસૉસ)


Happy Sharad Purnima!

O Rang Rasiya

ઓ રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ?

સંગીતકાર:   ઘનશ્યામ ઠક્કર (ઓએસૉસ)
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય  
Music Director: Ghanshyam Thakkar
 
સ્વર: દમયંતી બરડાઈ, કિશોર મનરાજા અને વૃંદ
 
,Singers: Kishor Manraja, Damyanti Bardai & Chorus
 
Oasis Thacker Production
  
All Instruments and rhythms performed by Ghanshyam Thakkar [Oasis Thacker]
 
Copyrights: Oasis Thacker

हेप्पी शरद पूर्णिमा
Ghanshyam Thakkar
Ghanshyam Thakkar

સંગીતકાર: ઘનશ્યામ ઠક્કર (ઓએસૉસ)
ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)નો પરિચય

Music Director: Oasis Thacker

डांडिया रास Dandiya Raas ડાંડિયા રાસ

આલબમઃ  ઓ રાજરે    Album   O Raaj Re 

==========================

My Poetry

My Music

My Videos

TWO TOP VIDEOS  hits on youtube and counting,   plus ???? Mp3 hits

Over 1 million hits on youtube, plus ???? on MP3

Man Dole Mera Tan DolePLAY AUDIOPLAY VIDEO

Over 80,000 hits on youtube, plus ???? on MP3

Mere Desh Ki Dharti Sona

Mere Desh Ki Dharti Sona
PLAY AUDIOPLAY VIDEO

(Instrumental synchronized with original film video)

All the Instruments & Rhythms performed by Oasis Thacker

શરદપૂનમની રાતે…તારી ભરતીનાં મોજાંને કાંઠે – ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ) Ghanshyam Thakkar (Oasis)


શરદપૂનમની રાતે…

તારી ભરતીનાં મોજાંને કાંઠે

ગીત – સંગીત: ઘનશ્યામ ઠક્કર (ઓએસીસ)

સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદસંગીત

આલબમ : આસોપાલવની ડાળે

Music & Lyrics: Ghanshyam Thakkar (Oasis)

ચંદ્રમાની અસર આપણાં હ્રદય અને ઊર્મિઓ પર થાય છે. અને પૂર્ણિમાની રજની સમયે એ ચંદ્રકિરણ-સંવેદન મિશ્રિત  હ્ર્દયને બેબાકળું કરી મૂકે છે. જોગાનુજોગ, જ્યારે માનવ-સંવેદનોનાં જળમાં ભરતી આવે છે, મોજાં ઉછળે છે, ત્યારે સમુદ્રમાં પણ ભરતી આવે છે, અને મોજાં ઉછળે છે. ઉર, પ્રેમીની ગેરહાજરી કે હાજરીમાં પણ, એક સુખદ દર્દ અનુભવે છે. આગળ વાંચો–

દશેરાની શુભેચ્છાઓ [રૂડા શ્યામ ઘેર આવ્યા – ઘનશ્યામ ઠક્કર (oasis)]


Rooda Shyam Gher Avyaa           Play>>

રૂડા શ્યામ ઘેર આવ્યા             દશેરાની શુભેચ્છાઓ             

Computer Art: Ghanshyam Thakkar [Oasis]

ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
Lyrics and Music: Ghanshyam Thakkar
સ્વર: કિશોર મનરાજા, નેહા મહેતા અને વૃંદ
Singers: Kishore Manraja, Neha Mehta
નવરાત્રિનાં વધામણાં (રાત્રી-3)
Happy Navratri

પોપચાં ચટ્ટકે સે [ગીત-સંગીતઃ ઘનશ્યામ ઠક્કર] નવરાત્રીની શુભેચ્છાઓ – હીંચ-ગરબા


પોપચાં ચટ્ટકે સે

ગીત-સંગીતઃ ઘનશ્યામ ઠક્કર

સ્વરઃ દેવયાની અને વ્રુંદ

હીંચ-ગરબા

હીંચના લયમાં રચાયેલું સાહિત્યનું આ આધુનિક લોકગીત ૧૯૭૦ની આસપાસ લખ્યું ત્યારે એ કલ્પના પણ નહતી કે વર્ષો પછી એની સ્વર રચના પણ હું કરીશ અને એનાં વાજિન્ત્રો અને રિધમ પણ હું વગાડીશ. આગળ વાંચો

મેંદી રંગ લાગ્યો [સંગીતઃ ઘનશ્યામ ઠક્કર] નવરાત્રીની શુભેચ્છાઓ – ડાંડિયા રાસ


મેંદી રંગ લાગ્યો

[ગીત – સંગીતઃ ઘનશ્યામ ઠક્કર]

નવરાત્રીની શુભેચ્છાઓ – ડાંડિયા રાસ

Music Album: ઓ રાજરે O Raaj Re

 O Raaj Re - Ghanshyam Thakkar

Dandiya Raas

નંદના કુંવર (डांडियारास)– ઘનશ્યામ ઠક્કર


નવરાત્રિના નવમા દિવસે……સરપ્રાઈઝ!!!!

ડાંડિયા રાસ 

નંદના કુંવર             NandNa Kunvar

Play>