૧. સંગીતસર્જન અને સ્ટુડિયો રૅકૉર્ડિંગ.

ફોટો-ગૅલેરી: આજકાલ-ઘનશ્યામ – ઘનશ્યામ ઠક્કર

Pictures were taken in August-September, 2010

માત્ર કલાનો મજૂર હું

મિત્રો,

મારા સંગીત અને સાહિત્યસર્જનના ધ્યેય માટે, કે પછી આ કલાઓ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કે તે સાથે સંકળાયેલ કંપ્યુટર જ્ઞાન પ્રાપ્તકરવામાં, વેબસાઈટ સ્થાપિત કરવામાં (વેબ-પેજ ડિઝાઇન), બ્લૉગ-પ્રકાશિત કરવામાં, એન્જિનિયરિંગ અને મેનેજમેંટના વ્યવસાયમાં કે તે અંગેના આધુનિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં એવી રીતે સમય પસાર થઈ ગયો છે, કે કોઈ સવારે ભાનમાં આવું ત્યારે દસકો વીતી ગયો હોય છે. કેટલાક મિત્રો-સંબંધીઓ સાથે વર્ષોથી સંપર્કમાં રહી શક્યો નથી. કોઈ માને છે કે હું અસામાજિક બની ગયો છું, કોઈ માને છે હું અભિમાની થઈ ગયો છું, તો કોઈ માને છે હું મૃત્યુ પામ્યો છું, અને કોઈ છદ્મ-કવિ અને સંગીતકાર મારા નામે પ્રકાશન કરે છે.આ સંન્યાસ કોઈ પ્રયત્ન પૂર્વક યોજેલ પૂર્વચિંતિત જીવન શૈલી નથી. એમ કહો, એક કુદરતી ઘટના છે, માત્ર એક અભાન વાસ્તવિકતા છે.. જે જૂના મિત્રો મને ઓળખે છે, તે સાક્ષી પૂરશે, કે એક વખત હું વધુ પડતો સામાજિક હતો, અને એને કારણે મારી સર્જનપ્રક્રિયા પણ (મારા હિસાબે) મંદ પડી ગઈ હતી.

કેટલાક મિત્રો-સંબંધીઓને કલ્પના પણ નથી કે આજે હું કેવો દેખાતો હોઈશ, કે ખરેખર કેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છુ. આજના આ ફોટોગ્રાફસ અને આગામી થોડી પોસ્ટના ફોટોગ્રાફ્સથી એનો અંદાજ આપ લગાવી શકશો.

આ વિષયના વધારે ફોટોગ્રાફ્સ હવે પછીની પોસ્ટમાં મૂકીશ

મારા બ્લોગ્સ અને વેબસાઈટ પર હમેશાં મહેમાન બનવા આભાર.

ઘનશ્યામ ઠક્કર